<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

જે ઇન્‍સ્‍ટા ગર્લફ્રેન્‍ડ પર 15+ લાખ રૂપિયા લૂંટાવી દીધા એ તો પોતાનો ફ્રેન્‍ડ જ નીકળ્‍યો

નકલી યુવતી સાથેના ચેટિંગમાં યુવક બરાબરનો ભેરવાઈ ગયો

પનવેલ,તા.૦૯ફ પનવેલના વાસુદેવ બળવંત ફડકે નાટ્‍યગૃહ નજીક રહેતા ૨૧ વર્ષના યુવક સાથે ઇન્‍સ્‍ટાગ્રામ પર યુવતીના નામે ચેટિગ કરી લગ્ન કરવાનું વચન આપીને ૧૫,૧૦,૦૦૦ રૂપિયા પડાવી લેવાના આરોપમાં પનવેલ શહેર પોલીસે તેના જ મિત્ર નિખિલ માનેની ધરપકડ કરી છે. સાનપાડાની જાણીતી કોલેજમાં માસ મીડિયાનો અભ્‍યાસ કરતા ફરિયાદી યુવકને જાન્‍યુઆરી મહિનાની શરૂઆતમાં સાક્ષી આઠવલે નામે બનાવાયેલા ઇન્‍સ્‍ટાગ્રામ અકાઉન્‍ટ પરથી ફોલો-રિક્‍વેસ્‍ટ મળી હતી. રિક્‍વેસ્‍ટ સ્‍વીકાર્યા બાદ બન્ને વચ્‍ચે નિયમિત ચેટિગ શરૂ થયું હતું. ચેટિગ દરમ્‍યાન સામેની વ્‍યક્‍તિએ પોતાના પિતાના ઑપરેશન સહિત વિવિધ કારણો આપીને વિશ્વાસમાં લઈને ફરિયાદી પાસેથી તબક્કાવાર પૈસા પડાવ્‍યા હતા. જ્‍યારે ફરિયાદી પોતાની આપેલી રકમ પાછી માગી ત્‍યારે સામેવાળી વ્‍યક્‍તિનું ઇન્‍સ્‍ટાગ્રામ અકાઉન્‍ટ ડીઍક્‍ટિવેટ થઈ ગયું હતું. એના કારણે શંકા ઊભી થઈ અને યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પનવેલ શહેર પોલીસે માત્ર એક દિવસની તપાસમાં સમગ્ર છેતરપિડીનો ભેદ ઉકેલીને યુવકના મિત્રની ધરપકડ કરી છે

(10:11 AM IST)