News of Thursday, 9th April 2026
બેન્કો બપોરે એક વાગ્યા પછી ચેક કિલયરિંગમાં મોકલતી નથી
ચેક જમા કરાવો તે જ દિવસે ખાતામાં પૈસા જમા મળી જાય તેવી વ્યવસ્થાનું બેન્કો જ બાળમરણ કરાવી રહી છે

મુંબઈ,તા.૦૫: રિઝર્વ બેન્કે કન્ટીન્યુઅસ ક્લિયરિગ કરવાની સિસ્ટમ દાખલ કરીને બપોરે બે વાગ્યા સુધી ચેક કિલયરિગમાં મોકલીને જે તે દિવસે જ ખાતેદારને નાણાં જમા આપી દેવાની સિસ્ટમ દાખલ કરી હોવા છતાંય આજે મોટામાં મોટી ખાનગી બેન્કો કે જાહેર ક્ષેત્રની બેન્કો ખાતેદારના ચેક બપોરે એક વાગ્યા પછી ક્લિયરિગ માટે મોકલતી જ નથી પરિણામે ચેક જમા કરાવો તે જ દિવસે પૈસા મળી જવાની વ્યવસ્થાનો કચ્ચરઘાણ નીકળી રહ્યો છે. રિઝર્વ બેન્કે સુધારેલી વ્યવસ્થા હેઠળ ઓછામાં ઓછા બે વાગ્યા સુધી તો કિલયરિગ માટે ચેક મોકલવા અનિવાર્ય છે. પરંતુ ખાનગી બેન્કો પણ બપોરે એક વાગ્યા પછી ચેક ક્લિયરિગ માટે મોકલવામાં આવશે નહિ તેમ ચેક જમા કરાવવા આવનાર ખાતેદારને સ્પષ્ટ જણાવી દે છે.
રિઝર્વ બેન્કે પહેલા સાંજે છ વાગ્યા સુધી ચેક ક્લિયરિગ માટે મોકલવાની વ્યવસ્થા દાખલ કરી હતી. પરંતુ વ્યવસ્થામાં ચેક રિટર્ન થવાના હોય તે પરત આવવામાં વિલંબ થતો હતો. તેથી બેન્કના સ્ટાફનો રોજ મોડી રાત સુધી બેસી રહેવું પડતું હતું. બીજું, બેન્ક કે તેની શાખાના કેટલા ચેક જે તે દિવસે ક્લિયરિગ માટે આવવાના છે તેનો અંદાજ જ હોતો નથી તેથી તેમને વધારે રકમના ચેક ક્લિયરિગ માટે આવે અને તેઓ તે પૈસા મેળવવા માટે મની માર્કેટ પણ ખુલ્લું ન રહેતું હોવાથી બેન્ક માટે સીઆરઆર જાળવવાની સમસ્યા ઊભી થઈ જતી હતી. તેથી બે વાગ્યા સુધી આ & જમા કરાવવામાં આવેલા ચેક ક્લિયરિગ માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને મોકલી આપવાના હોય છે. આ સંજોગોમાં બહુધા બેન્કો બેથી અઢી વાગ્યા સુધી જમા આવેલા ચેકને તે જ દિવસના ક્લિયરિગમાં મોકલી આપે છે. પરંતુ . બેન્કોએ હવે પોતાની રીતે જ બપોરે બાર કે સાડા બાર પહેલા ચેક જમા કરાવનારાઓને સ્પષ્ટ જણાવી દે છે કે એક વાગ્યા પછી ચેક ક્લિયરિગમાં જશે નહિ. તમારો ચેક આવતીકાલે જ ક્લિયરિગમાં જશે. પરિણામે જે તે દિવસે ક્લિયર થઈને નાણાં જમા મળી જવાના કલાકો ઓછા કરી દેવામાં આવ્યા છે. આમ દર કલાકે ક્લિયરિગ માટે ચેકની ઈમેજ મોકલવાની વ્યવસ્થા સાવ જ તૂટી ગઈ છે. ત્રણ વાગ્યા સુધી એનપીસીએ ક્લિયરિગના ચેક સ્વીકારતી હોવા છતાં બપોરે સાડા બાર વાગ્યાના ચેક પણ ક્લિયરિગ માટે મોકલવામાં આવતા નથી. આ ચેક બીજા દિવસે સવારે નવા વાગ્યાની ક્લિયરિગમાં મોકલવામાં આવી રહ્યા છે.જોકે કેટલીક સહકારી બેન્કો બપોરે બેથી અઢી વાગ્યા સુધી જમા કરાવવામાં આવેલા ચેક કિલયરિગ માટે મોકલે છે. તેમણે બે કે અઢી વાગ્યે મોકલી આપેલા ચેક ક્લિયર થઈ રહ્યા છે. સૌથી આધુનિક સુવિધા ધરાવતી મોટામાં મોટી ખાનગી અને જાહેર ક્ષેત્રની બેન્કો બાર કે સાડા બાર પછીના ચેક ક્લિયરિંગ માટે મોકલતી જ નથી.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
