તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Wednesday, 8th April 2026
અપશબ્દો બોલવા અશ્લીલતા નથી, સિવાય કે એમાં જાતીય અર્થ હોય
આ અવલોકન સ્પષ્ટ કરે છે કે આધુનિક સમયમાં ગરમાગરમ ચર્ચાઓમાં આવા શબ્દોનો વારંવાર ઉપયોગ થાય છે

નવી દિલ્હી,તા.૦૮: સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે અપશબ્દો અથવા અભદ્ર ભાષાનો ઉપયોગ પોતે જ અશ્લીલતા ગણી શકાય નહીં, સિવાય કે ભાષામાં જાતીય અથવા કામુક તત્ત્વ હોય. કોર્ટે કૌટુંબિક મિલકતના વિવાદ દરમ્યાન બાસ્ટર્ડ જેવા શબ્દનો ઉપયોગ કરવા બદલ બે વ્યક્તિની સજાને રદ કરી દીધી હતી. આ અવલોકન સ્પષ્ટ કરે છે કે આધુનિક સમયમાં ગરમાગરમ ચર્ચાઓમાં આવા શબ્દોનો વારંવાર ઉપયોગ થાય છે.
જસ્ટિસ પી. એસ. નરસિહા અને મનોજ મિશ્રાની બનેલી બેન્ચે એના આદેશમાં જણાવ્યું હતું કે ‘ઇન્ડિયન પીનલ કોડ (IPC)ની કલમ 294(B) હેઠળ ત્યારે ગુનો બને છે જ્યારે ઉપયોગમાં લેવાયેલા શબ્દો કોઈની જાતીય લાગણીઓને ઉત્તેજિત કરે છે. આવા શબ્દોને અશ્લીલ ગણવા અને તેમને સજા આપવી યોગ્ય નથી
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
