News of Wednesday, 8th April 2026
ઈન્ટરનેટ પર બિહારી સમોસાવાળા પછી ‘ગોરિયા સમોસાવાળી' વાયરલ
અંગ્રેજી નહીં, બિહારી બોલશે લંડન! : સમોસા વેચવા વિદેશી મહિલાએ અપનાવી એવી ટ્રિક કે લોકો થઈ ગયા ક્રેઝી

લંડન,તા.૦૮: આ દિવસોમાં ઈન્ટરનેટ પર બિહારી સમોસાવાળા પછી 'ગોરિયા સમોસાવાળી' વાયરલ થઈ રહી છે. આ ફિરંગી મહિલા લંડનમાં બિહારી સમોસાવાળા સાથે જોડાઈને કામ કરી રહી છે અને બિહારી સ્ટાઈલમાં જ રીલ્સ બનાવી-બનાવીને પોતાની દુકાન અને કામનો પ્રચાર કરી રહી છે. બિહારી લહેકામાં વાત કરતી વિદેશી મહિલાના વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
ઠેઠ બિહારી લહેકામાં લંડનના રસ્તાઓ પર સમોસા વેચતી ગોરી મેમનો વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતો રહે છે. તે દરરોજ સમોસા વેચવાની નવી-નવી ટ્રિક બતાવતી અને રોલ પ્લે કરતી જોવા મળે છે. આ ફિરંગી મહિલાએ ઓનલાઈન પોતાનું નામ 'ગોરિયા દેવી' રાખ્યું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં તે બિહારી સમોસાવાળાની દુકાનમાં સમોસા ફ્રાય કરતી અને વેચતી જોવા મળે છે. વીડિયોમાં તે પોતાની જાતને એક બિહારી છોકરી ગણાવતી રહે છે. તે કહે છે કે, ગોરા રંગ પર ન જતા, દિલથી હું એક બિહારી છું.
દરેક વીડિયોમાં તે બિહારી લહેકામાં પંચ લાઇન બોલતી અને સમોસા વેચતી દેખાય છે. એક રીતે તે બિહારી સમોસાવાળાની નકલ જ કરે છે. કારણ કે, લંડનમાં બિહારી સમોસાવાળો પોતાના અંદાજને કારણે ઘણો ફેમસ થયો છે. તેની આ જ સ્ટાઈલ ફિરંગી ગર્લ પણ ઉપયોગ કરી રહી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર @biharisamosa.uk નામના હેન્ડલથી આ વિદેશી મહિલા વીડિયો બનાવીને શેર કરતી રહે છે. આ વીડિયોના ડિસ્ક્રિપ્શનમાં બિહારી સમોસાવાળાની બે દુકાનનું સરનામું પણ હોય છે. આ વિદેશી મહિલાના બિહારી અંદાજને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. લંડનમાં સમોસા વેચતી આ મહિલાના ભારતમાં પણ ઘણા ફેન ફોલોઈંગ છે. આ જ કારણ છે કે તેમના વીડિયો પર ભારતથી ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપતા રહે છે.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
