News of Tuesday, 7th April 2026
અમેરિકન શેરબજારમાં હાહાકાર: માત્ર ૧૦ મિનિટમાં ૩૩૦,૦૦૦,૦૦૦,૦૦૦ ડોલરનું ધોવાણ: ટેક કંપનીઓના શેરમાં કડાકો, એપલ અને ટેસ્લા સહિતના શેરો લાલ નિશાનમાં

વોશિંગ્ટન: અમેરિકન શેરબજારમાં અચાનક આવેલા ભારે કડાકાના કારણે રોકાણકારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બજાર ખુલતાની સાથે જ માત્ર ૧૦ મિનિટના ટૂંકા ગાળામાં બજારમાંથી ૩૩૦ અબજ ડોલરની સંપત્તિ સ્વાહા થઈ ગઈ હતી, જેમાં ખાસ કરીને મોટી ટેકનોલોજી કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી.
અમેરિકન શેરબજારમાં રોકાણકારો માટે ભારે નિરાશાજનક માહોલ જોવા મળ્યો છે.
જાણકારો દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા હીટમેપ અને વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ્સના આંકડાઓ અનુસાર, બજારમાં માત્ર ૧૦ મિનિટમાં જ ૩૩૦ અબજ ડોલરની જંગી સંપત્તિનું ધોવાણ થઈ ગયું હતું. આ ઘટાડામાં સૌથી વધુ નુકસાન જાયન્ટ ટેકનોલોજી કંપનીઓને થયું છે.
બજારમાં એપલના શેરમાં ૨.૮૬ ટકા, માઇક્રોસોફ્ટમાં ૦.૬૮ ટકા, એલી લિલીમાં ૨.૮૯ ટકા અને ટેસ્લાના શેરમાં ૧.૮૯ ટકાનો કડાકો બોલી ગયો હતો. આ ઉપરાંત અન્ય મોટાભાગના સેક્ટરમાં પણ ભારે વેચવાલીના કારણે માર્કેટ સંપૂર્ણપણે લાલ રંગમાં જોવા મળ્યું હતું. રોકાણકારોના સેન્ટિમેન્ટને નકારાત્મક અસર પહોંચતા બજારમાં મોટા ગભરાટનો માહોલ સર્જાયો હતો.
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
