<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાધ્યક્ષ એર ચીફ માર્શલ એ.પી. સિંહ અમેરિકાની મુલાકાતે : પ્રવાસનો મુખ્ય હેતુ ભારત-અમેરિકા સંરક્ષણ ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો

મધ્ય પૂર્વમાં યુદ્ધના માહોલ વચ્ચે બંને લોકશાહી દેશો વચ્ચે સુરક્ષા સંબંધી મહત્વની બેઠકોનું આયોજન : ભારત અને અમેરિકાની વાયુસેના વચ્ચે વ્યૂહાત્મક સંબંધો અને સંરક્ષણ સહયોગ વધારવા પર ભાર : વાયુસેનામાં ઘટેલા સ્ક્વોડ્રનની સંખ્યા પુરી કરવા માટે 114 નવા ફાઈટર જેટ્સની ખરીદી પ્રક્રિયા તેજ બનશે

નવી દિલ્હી તા.૭ : ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાધ્યક્ષ એર ચીફ માર્શલ એ.પી. સિંહ અમેરિકાની મુલાકાતે પહોંચ્યા છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ ભારત-અમેરિકા સંરક્ષણ ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો છે. વાયુસેનામાં ઘટતા સ્ક્વોડ્રન અને 114 રાફેલ જેટના સોદાની મંજૂરી વચ્ચે આ મુલાકાત વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની છે, જે બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ વધારશે.

 ઈરાન યુદ્ધ  વચ્ચે ભારતીય વાયુસેનાધ્યક્ષ એર ચીફ માર્શલ એ. પી. સિંહ  અમેરિકા પહોંચ્યા છે. અમેરિકામાં ભારતના રાજદૂત વિનય ક્વાત્રા  એ આની જાણકારી આપી છે. વાયુસેનાધ્યક્ષ ભારત-અમેરિકા વચ્ચે ડિફેન્સ પાર્ટનરશિપને વધુ મજબૂત કરવા સંબંધિત બેઠકોમાં ભાગ લેશે. માનવામાં આવે છે કે આનાથી અમેરિકા અને ભારતની વાયુસેનાઓ વચ્ચેના સંબંધોમાં વધુ મજબૂતાઈ આવશે.

અમેરિકામાં ભારતના રાજદૂત વિનય ક્વાત્રાએ એક્સ પર ફોટો શેયર કરીને પોસ્ટ કરી છે કે વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહની મેજબાની કરવી અને તેમનું સ્વાગત કરવું અમારા માટે ખુશીનીવાત છે. તેઓ ભારત-અમેરિકા સંરક્ષણ ભાગીદારીને વધુ મજબૂત કરવા તથા બંને વાયુસેનાઓની વચ્ચે મજબૂત અને વધતા સંબંધોને જાળવી રાખવા માટે પોતાની અમેરિકાની યાત્રાની શરૂઆત કરી રહ્યા છે.

વાયુસેનાધ્યક્ષની અમેરિકાની મુલાકાત ત્યારે થઈ રહી છે કે જ્યારે કેટલાક દિવસ પહેલા સંરક્ષણ મંત્રાલયે ફ્રાંસમાંથી 114 રાફેલ યુદ્ધવિમાનની ખરીદીના ઘણાં લાંબા સમયથી વિલંબિત પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી સંરક્ષણ અધિગ્રહણ પરિષદ એ ફેબ્રુઆરીમાં સંરક્ષણ દળોની યુદ્ધ તત્પરતા વધારવા માટે3.60 લાખ કરોડ રૂપિયાના સૈન્ય ઉપકરણોના મૂડીગત સંપાદનને મંજૂરી આપી.

આ સોદાને આખરી ઓપ આપવા માટે ઔપચારક ડીલ આ વર્ષના આખરથી પહેલા થવાની સંભાવના નથી, કારણ કે સંરક્ષણ મંત્રાલયને હવે હથિયારોના પેકેજની પડતર અને ઝીણવટભર્યા વિવરણને આખરી ઓપ આપવા માટે દસૉલ્ટ એવિએશનની સાથે વાતચીત કરવી પડશે.

એપ્રિલ, 2019માં ભારતીય વાયુસેના  એ લગભગ 18 અબજ અમેરિકન ડોલરના ખર્ચે 114 બહુઆયામી યુદ્ધ વિમાનોની ખરીદી માટે એક આરએફઆઈ અથવા પ્રારંભિક ટેન્ડર જાહેર કર્યું.

તેને હાલના વર્ષોમાં દુનિયાના સૌથી મોટા સૈન્ય ખરીદ કાર્યક્રમોમાંથી એક તરીકે પ્રચારીત કરવામાં આવ્યો હતો. આ યોજનાના અન્ય દાવેદારોમાં લૉકહીડ માર્ટિન (Lockheed Martin) નું F-21, બોઈંગનું F/A- 18 અને યુરોફાઈટર ટાઈફૂન સામેલ હતા.

યુદ્ધવિમાનોની ખરીદીનું આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે, જ્યારે ભારતીય વાયુસેનાના યુદ્ધક સ્ક્વોર્ડનની સંખ્યા સત્તાવાર રીતે સ્વીકૃત 42થી ઘટીને 31 થઈ છે.

લગભગ 13 વર્ષ પહેલા, સંરક્ષણ મંત્રાલયે મધ્યમ બહુઆયામી વિમાનના એક બેડાની ખરીદી માટે જમીની સ્તરે તૈયારીઓ પુરી કરી લીધી હતી. જો કે આ યોજના આગળ વધી શકી ન હતી.

(4:20 PM IST)