તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Monday, 6th April 2026
અમૃત ભારત ટ્રેનના નેક્સ્ટ જનરેશન કોચ છે પહેલાં
કરતાં વધુ અદ્યતન, સુરક્ષિત અને આરામદાયક

નવી દિલ્હી,તા.૦૬: શનિવારે રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હી સ્ટેશન પર નેક્સ્ટ જનરેશન અમૃત ભારત કોચના સેમ્પલ કોચનું નિરીક્ષણ કર્યું હતું. આ કોચના ફોટો જોઈને લાગે છે કે મુસાફરીને વધુ આરામદાયક બનાવવાની રેલવેએ તૈયારી કરી દીધી છે. કોચના ઇન્ટિરિયરને મુસાફરોને આરામ અને સુખદ મુસાફરીનો અનુભવ થાય એવું ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. કોચની નવી રંગ યોજના કોચને આધુનિક, આકર્ષક અને એકસમાન લુક આપે છે. ડિઝાઇન ટકાઉ અને જાળવણીમાં સરળ બનાવવામાં આવી છે.
કોચમાં અલગ આધુનિક રંગ થીમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પીવીસી ફલોરિગ, સીટ-બર્થ રેક્ઝિન, નાસ્તાનાં ટેબલ, પડદા અને શૌચાલય વિસ્તારોમાં સંકલિત રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બધી સામગ્રી HL3 ફાયર સેફટી ધોરણોનું પાલન કરે છે, જે સલામતીમાં વધુ વધારો કરે છે. આ પહેલને ભારતીય રેલવેના રોલિગ સ્ટોકને આધુનિક બનાવવા અને મુસાફરોને સલામત, આરામદાયક અને વિશ્વ કક્ષાનો મુસાફરી અનુભવ પ્રદાન કરવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
