News of Monday, 6th April 2026
એક તરફ પતિની સ્મશાનમાં ચિતા સળગી રહી હતી અને પત્નીએ હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો
ક્યારેક જીવનમાં એવી કરુણતા સર્જાય છે કે એ ઘટનાની કલ્પના પણ કમકમાવી દે છે

ગુડગાંવ,તા.૦૬: ક્યારેક જીવનમાં એવી કરુણતા સર્જાય છે કે એ ઘટનાની કલ્પના પણ કમકમાવી દે છે. ગુડગાંવમાં રહેતા એક સિક્યોરિટી ગાર્ડ સુમિતનું અચાનક ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું ત્યારે તેની પત્ની પૂરા મહિનાની પ્રેગ્નન્ટ હતી. પત્નીને ગમે ત્યારે પ્રસવની પીડા ઊપડી શકે એમ હોવાથી સુમિત હોસ્પિટલમાં લઈ જવાની તૈયારીરૂપે પોતાની બાઇકમાં પેટ્રોલ ભરાવવા ગયો હતો. જોકે પેટ્રોલ ભરાવીને તે પાછો આવી રહ્યો હતો ત્યારે સાઉથ પેરિફેરલ રોડ પર તેજ ગતિથી દોડી રહેલી એક ટ્રકની અડફેટે તેની બાઇક આવી ગઈ. ગંભીર રીતે ઘાયલ સુમિતને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો, પરંતુ બુધવારે રાતે જ તેનું મૃત્યુ થઈ ગયું. ગુરુવારે સુમિતના અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી હતી ત્યારે જ પત્નીને પ્રસવની પીડા ઊપડી. એક તરફ સુમિતની અંતિમયાત્રા સ્મશાન પહોંચી અને બીજી તરફ તેની પત્નીએ હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
