તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
કંગાળ પાકિસ્તાનનો આંતરરાષ્ટ્રીય ફજેતો: UAE એ પકડ્યું ગળું : હવે ચીન અને સાઉદીના ઉઘરાણીના ડરે ઇસ્લામાબાદમાં ફફડાટ
વૈશ્વિક મંચ પર 'ભિખારી'ની છબી વધુ ઘેરી બની : અબુ ધાબીએ 2 બિલિયન ડોલરની લોન લંબાવવાનો ઇનકાર કરતા પાકિસ્તાનનું વિદેશી હૂંડિયામણ તળિયે બેસવાની તૈયારીમાં

ઇસ્લામાબાદ: વૈશ્વિક રાજનીતિમાં 'તુર્રમ ખાન' બનીને ફરતા પાકિસ્તાનનો બધો જ ઘમંડ સંયુક્ત આરબ અમીરાત એ એક ઝટકે ઉતારી દીધો છે. લાંબા સમયથી ઉધાર લીધેલા પૈસા પર નભતા પાકિસ્તાનને આ વખતે UAE એ સ્પષ્ટ કહી દીધું છે કે, "હવે વધુ છૂટ નહીં મળે, 2 બિલિયન ડોલર રોકડા પાછા આપો." પાકિસ્તાનનું વિદેશ મંત્રાલય આ નાલેશીને છુપાવવા માટે તેને 'નિયમિત નાણાકીય વ્યવહાર' ગણાવી રહ્યું છે, પરંતુ પડદા પાછળનું સત્ય એ છે કે પાકિસ્તાની અર્થતંત્ર પત્તાના મહેલની જેમ ધરાશાયી થવાની અણી પર છે. અત્યાર સુધી જે લોન દર વર્ષે કોઈ પણ આનાકાની વગર લંબાવી દેવામાં આવતી હતી, તેને અચાનક પાછી માંગીને UAE એ સંકેત આપી દીધો છે કે હવે મફતની મહેરબાનીના દિવસો પૂરા થયા છે.
આ આર્થિક આંચકાએ પાકિસ્તાનના ગજવામાં મોટું ગાબડું પાડ્યું છે, કારણ કે એપ્રિલના અંત સુધીમાં આ તોતિંગ રકમ ચૂકવવાથી તેમનું વિદેશી હૂંડિયામણ ભંડાર અત્યંત જોખમી સ્તરે પહોંચી જશે. પાકિસ્તાન અત્યારે વાર્ષિક 6 ટકાના તોતિંગ વ્યાજે આ દેવું ભોગવી રહ્યું હતું. જોકે, સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે જો UAE ની જેમ ચીન અને સાઉદી અરેબિયા પણ પોતાની ઉઘરાણી શરૂ કરે તો શું થશે? પાકિસ્તાને આ વર્ષે કુલ 12 બિલિયન ડોલરનું દેવું ચૂકવવાનું છે, જેમાં સાઉદીના 5 બિલિયન અને ચીનના 4 બિલિયન ડોલરનો સમાવેશ થાય છે. જો આ દેશો પણ UAE ના રસ્તે ચાલશે, તો પાકિસ્તાન સત્તાવાર રીતે દેવાળિયું જાહેર થવાની કગાર પર આવી જશે.
પાકિસ્તાની શાસકો ભલે 'ભાઈચારા' અને 'વ્યૂહાત્મક સંબંધો'ની મોટી-મોટી વાતો કરે, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં હવે ઈસ્લામાબાદની વિશ્વસનીયતા શૂન્ય થઈ રહી છે. પશ્ચિમ એશિયાના બદલાતા સમીકરણો વચ્ચે હવે કોઈ પણ દેશ પાકિસ્તાનના ખાડામાં ગયેલા અર્થતંત્રમાં પોતાના પૈસા ડુબાડવા તૈયાર નથી. ચીન જે અત્યાર સુધી પાકિસ્તાનને પોતાનો 'સદાબહાર મિત્ર' ગણાવતું હતું, તે પણ હવે સીપેક પ્રોજેક્ટ્સના નાણાં બાબતે કડક વલણ અપનાવી રહ્યું છે. પાકિસ્તાન માટે હવે એ સમજવાનો સમય આવી ગયો છે કે ઉધાર લીધેલા લોટ અને તેલ પર કાયમ આઝાદી અને સન્માન જાળવી શકાતું નથી; કાં તો આત્મનિર્ભર બનો અથવા આખી દુનિયા સામે ગીરવે મુકાયેલા દેશ તરીકે સ્વીકારાઈ જાવ.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
