<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

ભારતમાં જાપાનના રોકાણને હવે મળશે નવો વેગ: બિઝનેસની મુશ્કેલીઓ દૂર કરવા ટોક્યો સ્થાપશે ખાસ કાર્યાલય

ભારત અને જાપાન વચ્ચેના આર્થિક સંબંધોમાં નવા અધ્યાયનો પ્રારંભ, આગામી દાયકામાં 62 અબજ ડોલરના રોકાણના લક્ષ્યાંક સાથે જટિલ ટેક્સ માળખું અને નિયમનકારી અવરોધો દૂર કરવા વિદેશ મંત્રાલય લેશે સીધો મોરચો

નવી દિલ્હી: ભારત અને જાપાન વચ્ચેના વ્યાપારી અને વ્યૂહાત્મક સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે જાપાન સરકાર એક મોટું ડગલું ભરવા જઈ રહી છે. નિક્કી એશિયાના તાજેતરના અહેવાલ મુજબ, જાપાનનું વિદેશ મંત્રાલય ભારતમાં એક સમર્પિત કાર્યાલયની સ્થાપના કરશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જાપાની કંપનીઓને પડતી નિયમનકારી મુશ્કેલીઓનું નિવારણ લાવવાનો અને રોકાણને પ્રોત્સાહન આપવાનો છે. જાપાની ઉત્પાદકો માટે ભારત સતત ચોથા વર્ષે સૌથી આશાસ્પદ વિદેશી સ્થળ તરીકે ઉભરી આવ્યું છે, પરંતુ જટિલ કર માળખું, કાનૂની પ્રક્રિયાઓમાં પારદર્શિતાનો અભાવ અને વિવિધ રાજ્યોના અલગ-અલગ નિયમોને કારણે રોકાણની ગતિ ધીમી રહી છે. આ નવું કાર્યાલય બંને દેશોની સરકારો વચ્ચે સીધા સંવાદના સેતુ તરીકે કામ કરશે, જેથી રોકાણના નિર્ણયો લેવામાં કંપનીઓને સરળતા રહે.

(3:24 PM IST)