તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
જેઠાલાલ ‘તારક મહેતા...’ શો છોડશે? દિલીપ જોષીએ અસિત મોદી સાથેના ઝઘડા અને અફવાઓ પર તોડ્યું મૌન!
“આ બધું પાયાવિહોણું છે”: અસિત મોદી સાથે વિવાદની વાતોને દિલીપ જોષીએ ફગાવી, જાણો શો છોડવા અંગે શું કહ્યું?

મુંબઈ:ટેલિવિઝનના સૌથી લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકો છેલ્લા કેટલાક દિવસોથી ચિંતામાં હતા. સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે શોના મુખ્ય કલાકાર દિલીપ જોષી (જેઠાલાલ) અને નિર્માતા અસિત મોદી વચ્ચે જોરદાર ઝઘડો થયો છે અને દિલીપ જોષી હવે શોને અલવિદા કહી રહ્યા છે. જોકે, હવે ખુદ દિલીપ જોષીએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
શું હતો વિવાદ?
થોડા દિવસો પહેલા એવા અહેવાલો વહેતા થયા હતા કે સેટ પર શૂટિંગ દરમિયાન દિલીપ જોષી અને અસિત મોદી વચ્ચે કોઈ વાતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. સોશિયલ મીડિયા પર તો એવા પણ દાવા કરવામાં આવ્યા હતા કે દિલીપ જોષીએ અસિત મોદીનો કોલર પકડ્યો હતો અને શો છોડવાની ધમકી આપી હતી. આ સમાચારોથી જેઠાલાલના કરોડો ચાહકો સોશિયલ મીડિયા પર શો છોડવા અંગે સવાલો કરી રહ્યા હતા.
દિલીપ જોષીએ સ્પષ્ટતા કરતા શું કહ્યું?
આ તમામ અફવાઓ પર રોષે ભરાયેલા દિલીપ જોષીએ જણાવ્યું હતું કે, “આ બધી વાતો તદ્દન ખોટી અને પાયાવિહોણી છે. મને નવાઈ લાગે છે કે લોકો આવી વાતો ક્યાંથી લાવે છે? હું ક્યાંય જઈ રહ્યો નથી અને શો છોડવાની વાતમાં કોઈ તથ્ય નથી. હું અત્યારે મારા કામ પર ધ્યાન આપી રહ્યો છું અને શોનો હિસ્સો બનીને ખુશ છું.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, વર્ષોથી ચાલતા આ સફળ શોને બદનામ કરવા માટે કેટલાક લોકો ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે, પરંતુ પ્રશંસકોએ આવી વાતો પર વિશ્વાસ ન કરવો જોઈએ.
અસિત મોદીએ પણ આપ્યો પ્રતિસાદ:
શોના પ્રોડ્યુસર અસિત મોદીએ પણ આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, સેટ પર કામ દરમિયાન નાની-મોટી ચર્ચાઓ થતી હોય છે, પણ તેને વિવાદનું રૂપ આપવું એ ખોટું છે. દિલીપ જોષી શોનો અભિન્ન અંગ છે અને ‘તારક મહેતા...’ની ટીમ હંમેશની જેમ સાથે મળીને કામ કરી રહી છે.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
