તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
અમેરિકામાં 'સ્ટ્રાઇક૨૬' હેઠળ આજે યુએસએમાં રાષ્ટ્રવ્યાપી હડતાળ અને વિરોધ પ્રદર્શનનું એલાન
નાગરિકોને ઘરમાં રહેવા, કામે નહીં જવા અને મોટી કોર્પોરેટ કંપનીઓનો બહિષ્કાર કરવા આયોજકોની અપીલ: દેશભરમાં આર્થિક ગતિવિધિઓ ઠપ્પ થવાની સંભાવના: અમેરિકન સરકાર અને મોટી મૂડીવાદી કંપનીઓની એકતરફી નીતિઓ સામે પ્રચંડ વિરોધ: અમેરિકામાં 'સ્ટ્રાઇક૨૬' નામની ચળવળ શરૂ: મુખ્ય માંગણીઓ કામદારોના સમાન હક્કો, લઘુત્તમ વેતન વધારો અને મોટી કોર્પોરેટ કંપનીઓના એકાધિકારને તોડવાની

ન્યૂયોર્ક: અમેરિકામાં આજે શ્રમિકો અને સામાન્ય નાગરિકો દ્વારા 'સ્ટ્રાઇક૨૬' નામનું એક મોટું રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે, જેનાથી દેશભરમાં આર્થિક ગતિવિધિઓ ઠપ્પ થવાની સંભાવના છે.
અમેરિકન સરકાર અને મોટી મૂડીવાદી કંપનીઓની એકતરફી નીતિઓ સામે પ્રચંડ વિરોધ નોંધાવવા માટે અમેરિકામાં 'સ્ટ્રાઇક૨૬' નામની ચળવળ શરૂ કરવામાં આવી છે.
આ ચળવળના આયોજકોએ આજે સમગ્ર દેશમાં એક રાષ્ટ્રવ્યાપી હડતાળનું કડક એલાન આપ્યું છે. પ્રદર્શનકારીઓની મુખ્ય માંગણીઓ કામદારોના સમાન હક્કો, લઘુત્તમ વેતન વધારો અને મોટી કોર્પોરેટ કંપનીઓના એકાધિકારને તોડવાની છે.
આયોજકોએ સોશિયલ મીડિયા અને અન્ય પ્રસાર માધ્યમો દ્વારા અમેરિકાના તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આજે પોતાના કામ પર કે ઓફિસ ન જાય, દિવસભર ઘરમાં જ રહે અને કોઈપણ પ્રકારની ખરીદી કરવાનું ટાળે.
ખાસ કરીને દેશની મોટી કોર્પોરેટ કંપનીઓની સેવાઓનો અને ઉત્પાદનોનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની હાકલ કરવામાં આવી છે. આ હડતાળને દેશના ઘણા શ્રમિક સંગઠનો અને સામાન્ય નાગરિકોનો મોટો ટેકો મળી રહ્યો છે અને તેનાથી મોટો પ્રભાવ પડી શકે છે.*
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
