તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
વૈશ્વિક તણાવની માઠી અસર: રાજસ્થાનમાં ખનીજ દળવાની ૨૩૦૦ ખનીજ ફેક્ટરીઓ બંધ
રોજગારી પર સંકટ: કારખાનાઓ બંધ થતાં કામદારો બેરોજગાર, રોજના ૨.૭ કરોડનું નુકસાન

જયપુર: વિશ્વ સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને તણાવની સીધી અસર ભારતના ઉદ્યોગો પર પડી રહી છે. રાજસ્થાનમાં ખનીજ દળવાના ૨૩૦૦ જેટલા એકમો બંધ થતાં રોજના ૨.૭ કરોડ રૂપિયાનું ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તી રહેલા યુદ્ધ અને ભૌગોલિક-રાજકીય તણાવના કારણે રાજસ્થાનના ઔદ્યોગિક ક્ષેત્રને મોટો ફટકો પડ્યો છે.
અહેવાલો મુજબ, નિકાસમાં આવેલી અછત, આંતરરાષ્ટ્રીય માંગ ઘટવાને કારણે અને કાચા માલના પુરવઠામાં ખલેલ પહોંચવાને કારણે રાજ્યમાં આવેલા ૨૩૦૦ જેટલા ખનીજ દળવાના (મિનરલ ગ્રાઇન્ડિંગ) એકમોને ફરજિયાતપણે તાળાં મારવા પડ્યા છે.
આ ફેક્ટરીઓ બંધ થવાને કારણે ઉદ્યોગકારોને દરરોજ અંદાજિત ૨.૭ કરોડ રૂપિયાનું જંગી આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
માત્ર ઉદ્યોગપતિઓ જ નહીં, પરંતુ આ ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો શ્રમિકો અને કામદારોને પણ નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે, જેના કારણે તેમની સામે આજીવિકાનું મોટું સંકટ ઊભું થયું છે. નિકાસ અટકી પડતા કાચો માલ ગોડાઉનોમાં પડી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે જો વૈશ્વિક પરિસ્થિતિમાં ટૂંક સમયમાં સુધારો નહીં આવે તો આ ઉદ્યોગ બરબાદ થઈ શકે છે.*
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
