<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

૧૪ મિનિટ સુધી મૃત્યુ પામેલી અમેરિકન મહિલાનો સમય યાત્રા કર્યાનો ચોંકાવનારો દાવો

ડો. લિન્ડા ક્રેમરે વર્ણવ્યો પોતાનો રહસ્યમય સ્વર્ગીય અનુભવ: તેણે સમયની પહેલે પાર જઈને (ટાઈમ ટ્રાવેલ કરીને) એવી દુનિયા જોઈ જ્યાં પર્વતો માઉન્ટ એવરેસ્ટ કરતા ૩૦ ગણા મોટા હતા અને ફૂલોના રંગો અત્યંત આકર્ષક હતા: તેણે જણાવ્યું કે તે એવી જગ્યાએ હતી જ્યાં સમયનું કોઈ અસ્તિત્વ જ નથી

​એક મહિલા કે જેને તબીબી રીતે ૧૦ મિનિટથી વધુ સમય માટે મૃત જાહેર કરવામાં આવી હતી, તેણે ભાનમાં આવ્યા પછી એવો દાવો કર્યો છે કે તે આ સમય દરમિયાન 'ટાઇમ ટ્રાવેલ' એટલે કે સમય યાત્રા કરી ચૂકી છે અને તેણે એક નવી જ દુનિયા જોઈ છે.

​હાલમાં જ આંતરરાષ્ટ્રીય મીડિયામાં અમેરિકાની રહેવાસી ડો. લિન્ડા ક્રેમર નામની મહિલાનો કિસ્સો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટના જોકે વર્ષ ૨૦૦૧ની છે, પરંતુ તાજેતરમાં લિન્ડાએ આપેલા એક ઇન્ટરવ્યુ બાદ તે ફરીથી વાયરલ થઈ છે. લિન્ડાને એક સવારે અચાનક શ્વાસ લેવામાં તકલીફ થઈ અને તે પોતાના ઘરમાં જ ઢળી પડી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં એક તબક્કે તેના શ્વાસ અને હૃદયના ધબકારા સંપૂર્ણપણે બંધ પડી ગયા હતા. તબીબોએ તેને લગભગ ૧૦ થી ૧૪ મિનિટ માટે તબીબી રીતે મૃત જાહેર કરી દીધી હતી. પરંતુ ચમત્કારિક રીતે જ્યારે તે ફરી જીવંત થઈ ત્યારે તેણે એક અત્યંત અકલ્પનીય દાવો કર્યો હતો.

​લિન્ડાએ જણાવ્યું કે તે ૧૦ મિનિટ દરમિયાન તેનો આત્મા શરીરની બહાર નીકળી ગયો હતો અને તેણે સમયની મર્યાદાઓ પાર કરીને સમય યાત્રા (ટાઇમ ટ્રાવેલ) કરી હતી. તેણે દાવો કર્યો છે કે પૃથ્વી પરની એ ૧૦ મિનિટ તેના માટે પાંચ વર્ષ સમાન હતી. તેણે સમયની પહેલે પાર જઈને એવી દુનિયા જોઈ જ્યાં પર્વતો માઉન્ટ એવરેસ્ટ કરતા ૩૦ ગણા મોટા હતા અને ફૂલોના રંગો અત્યંત આકર્ષક હતા. તેણે જણાવ્યું કે તે એવી જગ્યાએ હતી જ્યાં સમયનું કોઈ અસ્તિત્વ જ નથી અને બધું એકસાથે ચાલી રહ્યું છે. વિજ્ઞાન જગત અને સામાન્ય લોકો આ દાવાને સાંભળીને ભારે આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. 

(10:28 AM IST)