News of Friday, 3rd April 2026
ઈરાનનું ગૌરવ ગણાતો B1 બ્રિજ મિસાઈલોથી ફૂંકી માર્યોઃ ૮ના મોત
તેહરાન અને પડોશી શહેર કારાજને જોડતા વ્યૂહાત્મક પુલ પર અમેરિકા તૂટી પડયું: ૯૫ને ઇજા

તેહરાન, તા.૩: પヘમિ એશિયામાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા યુદ્ધે હવે ભયાનક વળાંક લીધો છે. ગુરુવારે અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત લશ્કરી કાર્યવાહી કરતા ઈરાનના ગૌરવ સમાન અને મધ્ય પૂર્વના સૌથી ઊંચા ગણાતા ગ્૧ બ્રિજને નિશાન બનાવ્યો હતો. આ હુમલો એવા સમયે થયો જ્યારે ઈરાની પરિવારો નેચર ડે (પ્રકળતિ દિવસ) ની ઉજવણી કરવા માટે બહાર નીકળ્યા હતા. ઈરાની મીડિયા પ્રેસ ટીવીના અહેવાલ મુજબ, આ મિસાઇલ હુમલામાં અત્યાર સુધીમાં ૮ નાગરિકોના મોત થયા છે, જ્યારે ૯૫ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતકોમાં પ્રવાસીઓ અને સ્થાનિક ગ્રામજનોનો સમાવેશ થાય છે જેઓ રજાના દિવસે પુલની આસપાસ એકઠા થયા હતા.
અમેરિકા દ્વારા આ હુમલો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તે કડક ચેતવણીના બીજા જ દિવસે કરવામાં આવ્યો છે, જેમાં તેમણે ઈરાનને તેના ઉર્જા સ્થાપનો અને પાણીના પ્લાન્ટ્સ પર હુમલો કરવાની ધમકી આપી હતી. નિષ્ણાતોના મતે, B1 બ્રિજને તોડી પાડીને અમેરિકાએ ઈરાનના પરિવહન અને સપ્લાય લાઇનને મોટો ફટકો માર્યો છે. આ પુલ તેહરાન અને કારાજ વચ્ચેનો મુખ્ય કડી હતો, જેના તૂટવાથી આ બે મોટા શહેરો વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો છે. આ હુમલા પાછળનો હેતુ ઈરાનને માનસિક રીતે તોડવાનો અને તેની લશ્કરી કુશળતાને પડકારવાનો હોવાનું મનાય છે.
બીજી તરફ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને આ હુમલાને નિર્દોષ નાગરિકો પરનું અમાનવીય આક્રમણ ગણાવ્યું છે. અઝરબૈજાની રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમણે ઘટસ્ફોટ કર્યો હતો કે જ્યારે આ હુમલો થયો ત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે પરોક્ષ રીતે શાંતિ વાટાઘાટો ચાલી રહી હતી. પેઝેશ્કિયાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઈરાન પોતાની સુરક્ષા માટે સંપૂર્ણ ક્ષમતા સાથે વળતો પ્રહાર કરશે. હાલમાં ઈરાનના અનેક વિસ્તારોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને યુદ્ધ વધુ વકરવાની ભીતિ સેવાઈ રહી છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
