News of Friday, 3rd April 2026
યુદ્ધ લાંબુ ચાલ્યું તો બાસમતી રાઈસથી લઈને દવા સુધી કોમોડિટીને પડશે મોટો આર્થિક ફટકો
હવાઈ અને દરિયાઈ માલના દરમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે : ચુકવણી ચેનલો ખોરવાઈ રહી છેઃ ક્રેડિટ ચક્ર તૂટી રહ્યું છેઃ કમાણીની સીઝનમાં મોટો ફટકો પડી શકે છેઃ ચોમાસાની સીઝન પહેલા નાઇટ્રોજન ખાતરો અંગેની કટોકટી સર્જાઇ શકે છે

નવી દિલ્હી તા.૩: ઈરાન-ઈઝરાયલ તણાવ ફક્ત યુદ્ધનો ભય નથી. તે ભારતના અર્થતંત્ર માટે એક મોટો ફટકો બની રહ્યો છે. વાણિજ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, પヘમિ એશિયા માટે નિર્ધારિત ભારતની ૫૬્રુ નિકાસ હાલમાં લાંબા રૂટ દ્વારા ફરીથી મોકલવામાં આવી રહી છે, જેના પરિણામે ખર્ચ અને પરિવહન સમયમાં વધારો થયો છે. મંત્રાલયે છ મુખ્ય ક્ષેત્રો પર તેની અસરનું મૂલ્યાંકન રજૂ કર્યું છે.પヘમિ એશિયા ભારતીય બાસમતી ચોખા, દરિયાઈ ઉત્પાદનો અને તાજા ફળો માટેનું સૌથી મોટું બજાર છે.
હાલમાં, હવાઈ અને દરિયાઈ માલના દરમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. તાજા ફળો અને શાકભાજી પરિવહનમાં બગડી શકે છે તેવું જોખમ છે. બાસમતી ચોખા માટે ચુકવણી ચેનલો ખોરવાઈ રહી છે, ક્રેડિટ ચક્ર તૂટી રહ્યું છે. તેનાથી પણ મોટી ચિતા એ છે કે, યુરિયા ઉત્પાદન માટે જરૂરી LNG ફીડસ્ટોકનો પુરવઠો જોખમમાં છે. ચોમાસાની ઋતુ પહેલા નાઇટ્રોજન ખાતરો અંગે કટોકટી ઊભી થઈ શકે છે. હવે જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલ્યું તો ભારતની પ્રીમિયમ ગણાતી આ કોમોડિટીને માઠી અસર થઈ શકે છે. સપ્લાય ચેઈન કરતા કમાણીની સીઝનમાં મોટો ફટકો પડી શકે છે. આ ભારતની સૌથી મોટી માલ નિકાસ શ્રેણી છે. પヘમિ એશિયામાં લોખંડ, સ્ટીલ અને મશીનરીની માંગ ખૂબ જ વધારે છે, પરંતુ ફાઉન્ડ્રી અને મશીનિગ યુનિટને LPG અને PNGનો પુરવઠો પણ અવરોધાય છે.
એલ્યુમિનિયમનો પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. ગલ્ફ ક્ષેત્રના મુખ્ય બંદરોમાં ભારતીય એન્જાિનિયરિગ માલની ચેઈન ખોરવાઈ રહી છે. જહાજોને હવે લાંબા રૂટ લેવાની ફરજ પડી રહી છે, જેના પરિણામે પરિવહન સમય વધી રહ્યો છે અને વધારાના યુદ્ધ જોખમ સરચાર્જ લાદવામાં આવી રહ્યા છે. ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઇલ, કૃષિ અને પેકેજિગ ક્ષેત્રોનો પાયો પેટ્રોકેમિકલ્સ પર ટકેલો છે. આઇસોપ્રોપીલ આલ્કોહોલ (IPA) અને વિવિધ સોલવન્ટ્સ જેવા મહત્વપૂર્ણ ફાર્માસ્યુટિકલ ઇનપુટ્સનો પુરવઠો હાલમાં મુશ્કેલીમાં છે. પોલિઇથિલિન (PE) અને પોલિપ્રોપીલીન (PP) જેવા પોલિમરના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, નાના અને મધ્યમ કદના સાહસો (SMEs) ને કાચા માલના સંકટમાં છે.
ભારત વિશ્વનો સૌથી મોટો જેનેરિક દવાઓનો સપ્લાયર અને એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ (API) નો મુખ્ય નિકાસકાર છે. આ ક્ષેત્ર જ સૌથી વધુ અનિヘતિ પરિસ્થિતિમાં છે. આ કટોકટીનો ક્રમ ગેસ સપ્લાયમાં કાપ ત્ભ્ખ્ અને સોલવન્ટ્સની અછત તરફ દોરી જાય છે. માત્ર દવા જ નહીં પેકેજિગ સામગ્રી પણ વધુને વધુ મોંઘી બની રહી છે. હાઇ-ડેન્સિટી પોલિઇથિલિન (HDPE) અને PP ની કિમતો વધી રહી છે, અને કાચની ભઠ્ઠીઓ બંધ થવાનો ભય તોળાઈ રહ્યો છે. કારણ કે યોગ્ય રીતે ગેસ મળતો નથી.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
