તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં હાહાકાર મચ્યો, ગ્લોબલ બેન્ચમાર્ક ગણાતા બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં તોતિંગ ઉછાળો, પ્રતિ બેરલ ૧૦૯ ડોલરની સપાટી આસાનીથી વટાવી
મધ્ય પૂર્વના યુદ્ધને કારણે ક્રૂડમાં આવેલી તેજીથી ભારતીય અર્થતંત્ર સામે મોંઘવારીનું ગંભીર સંકટ ઊભું થયું, સામાન્ય નાગરિકો પર પડશે આર્થિક બોજ

નવી દિલ્હી: વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવો હવે સંપૂર્ણપણે બેકાબૂ બની રહ્યા છે. તાજેતરના નાણાકીય ડેટા અને સત્તાવાર ટ્રેડિંગ ચાર્ટ્સ દર્શાવે છે કે દુનિયાભરમાં તેલના ભાવો નક્કી કરવા માટેના મુખ્ય માપદંડ સમાન બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ હવે ૧૦૯ ડોલર પ્રતિ બેરલની ચિંતાજનક સપાટીને વટાવી ચૂક્યો છે.
રશિયા-યુક્રેન યુદ્ધ બાદ હવે મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધે ઊર્જા બજારને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો આપ્યો છે. એશિયન અને યુરોપિયન બજારોમાં ક્રૂડની ભારે અછત ઊભી થવાની અટકળો વચ્ચે વિદેશી ટ્રેડર્સ દ્વારા મોટા પાયે ઓઇલની ખરીદી કરવામાં આવી રહી છે.
ભારત તેની ક્રૂડની કુલ જરૂરિયાતના લગભગ ૮૫ થી ૯૦ ટકા જેટલો મોટો હિસ્સો વિદેશથી આયાત કરે છે. બ્રેન્ટ ક્રૂડ ૧૦૯ ડોલરને પાર થવાથી ભારતનું આયાત બિલ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી જશે. આર્થિક નિષ્ણાતો સતત ચેતવણી આપી રહ્યા છે કે આ વૈશ્વિક ઉછાળાની સીધી અસર ટૂંક સમયમાં ભારતના સ્થાનિક બજારો પર પડશે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાથી શાકભાજી, અનાજ અને રોજિંદી ચીજવસ્તુઓના ભાવમાં મોટો ભડકો થવાની પૂરેપૂરી શક્યતા છે.
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
