<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

ખાડી દેશોના યુદ્ધની વૈશ્વિક બજારો પર વિનાશક અસર, અમેરિકન ડબલ્યુટીઆઈ ક્રૂડ ઓઇલનો ભાવ ઐતિહાસિક સપાટી કૂદાવીને ૧૧૩ ડોલરને પાર પહોંચી ગયો

ઈરાન પર અમેરિકાના હુમલાઓથી ગ્લોબલ ઓઇલ સપ્લાય ચેન ખોરવાઈ જવાની ભીતિ, રોકાણકારોમાં ભારે ગભરાટ અને આંતરરાષ્ટ્રીય કોમોડિટી માર્કેટમાં ભાવોમાં ભડકો

વોશિંગ્ટન: અમેરિકા અને ઈરાન વચ્ચેના સીધા સૈન્ય સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ માર્કેટમાં જાણે આગ લાગી છે. વૈશ્વિક ફાઇનાન્સિયલ પ્લેટફોર્મ્સના તાજેતરના ચાર્ટ્સ અને અહેવાલો મુજબ, અમેરિકન બેન્ચમાર્ક ગણાતા ડબલ્યુટીઆઈ (વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ) ક્રૂડ ઓઇલના ભાવમાં સતત અને પ્રચંડ ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે ડબલ્યુટીઆઈ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૧૧૩ ડોલરની ઐતિહાસિક અને ભયજનક સપાટીને પણ પાર કરી ગયો છે. 

 

નિષ્ણાતોના મતે, ઈરાનના તેલ શુદ્ધિકરણ કારખાનાઓ અને નિકાસ કેન્દ્રો પર અમેરિકન બોમ્બમારાના ડરથી બજારમાં ભારે ગભરાટ (પેનિક) ફેલાયો છે. વિશ્વના કુલ ઓઇલ ટ્રાન્સપોર્ટેશનનો મોટો હિસ્સો જ્યાંથી પસાર થાય છે તેવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝના માર્ગ પર જોખમ તોળાઈ રહ્યું હોવાથી સપ્લાય શોર્ટેજની સ્થિતિ ઊભી થઈ છે. 

 

કોમોડિટી ટ્રેડિંગ એક્સપર્ટ્સ માને છે કે જો યુદ્ધ વધુ લાંબુ ચાલશે તો આગામી થોડા જ દિવસોમાં ડબલ્યુટીઆઈ ક્રૂડ ૧૨૦ ડોલર સુધી પણ પહોંચી શકે છે, જે વૈશ્વિક અર્થતંત્રના વિકાસ દરને ભારે નુકસાન પહોંચાડી શકે છે.

(8:33 PM IST)