<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

અમેરિકન સેનાના સેન્ટ્રલ કમાન્ડ - સેન્ટકોમ દ્વારા ઈરાન પર ભયંકર હુમલાઓ સતત ચાલુ, મિસાઈલ અને ડ્રોન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન પહોંચાડતો સત્તાવાર વિડીયો જાહેર કરાયો

મધ્ય પૂર્વમાં યુદ્ધે લીધું વિકરાળ સ્વરૂપ, અમેરિકાએ ઈરાનના નૌકાદળ અને સૈન્ય મથકો પર કરેલી વિનાશક એરસ્ટ્રાઈકના સત્તાવાર પુરાવાઓ દુનિયા સમક્ષ રજૂ કર્યા: વૈશ્વિક સ્તરે ત્રીજા વિશ્વયુદ્ધ જેવી ભયાનક સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે

ન્યૂયોર્ક: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં હવે અમેરિકન સેનાએ પોતાની આક્રમકતા વધુ તેજ કરી દીધી છે. યુ.એસ. સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) દ્વારા સત્તાવાર રીતે એક નવો અને ચોંકાવનારો વિડીયો પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેમાં અમેરિકન દળો દ્વારા ઈરાન પર કરવામાં આવી રહેલા સતત અને વિનાશક હવાઈ હુમલાઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

 

આંતરરાષ્ટ્રીય ડિજિટલ મીડિયા અને સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકાએ ઈરાનના મહત્ત્વપૂર્ણ મિસાઈલ લોન્ચિંગ પેડ્સ, ડ્રોન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ અને નૌકાદળના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મુખ્ય નિશાન બનાવ્યા છે. 

 

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દેશને પાષાણ યુગમાં ધકેલી દેવાની ચેતવણી બાદ આ હુમલાઓએ ઈરાનની સૈન્ય તાકાતને કમરતોડ ફટકો માર્યો છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના અનેક ગુપ્ત મથકો આ એરસ્ટ્રાઇકમાં નાશ પામ્યા હોવાના સત્તાવાર અહેવાલો છે. 

 

પર્શિયન ગલ્ફ અને હોર્મુઝની સામુદ્રધુની આસપાસ પણ અમેરિકન નૌકાદળે પોતાની ઘેરાબંધી અત્યંત મજબૂત કરી દીધી છે. આ વિડીયો દુનિયાને એ સ્પષ્ટ સંદેશ આપે છે કે અમેરિકા હવે પીછેહઠ કરવાના કોઈ જ મૂડમાં નથી અને વૈશ્વિક સ્તરે ત્રીજા વિશ્વયુદ્ધ જેવી ભયાનક સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

 

(8:32 PM IST)