તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
ભારતીય હથિયારોનો દુનિયામાં ડંકો: સંરક્ષણ નિકાસ ₹38,424 કરોડના ઐતિહાસિક શિખરે
નાણાકીય વર્ષ 2026માં ભારતે સંરક્ષણ ક્ષેત્રે 62% નો તોતિંગ ઉછાળો નોંધાવી વૈશ્વિક બજારમાં ચીન અને અન્ય દેશોને આપી જોરદાર ટક્કર : 80થી વધુ દેશો હવે વાપરે છે 'મેડ ઇન ઇન્ડિયા' શસ્ત્રો

નવી દિલ્હી: ભારતીય સંરક્ષણ ક્ષેત્રે નાણાકીય વર્ષ 2026માં એક નવો ઈતિહાસ રચ્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જાહેરાત કરી છે કે ભારતની સંરક્ષણ નિકાસ ₹38,424 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, જે ગત વર્ષની સરખામણીએ 62% નો પ્રચંડ વધારો દર્શાવે છે. પીએમ મોદીના 'આત્મનિર્ભર ભારત' અભિયાન હેઠળ દેશે છેલ્લા પાંચ વર્ષમાં પોતાની નિકાસ ક્ષમતા ત્રણ ગણી વધારી છે, જે ભારતીય ટેકનોલોજી અને હથિયારો પર વિશ્વના વધતા વિશ્વાસનું જીવંત ઉદાહરણ છે.
આ સિદ્ધિમાં સરકારી કંપનીઓ (DPSUs) અને ખાનગી ક્ષેત્ર વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે. કુલ નિકાસમાં સરકારી સાહસોનો હિસ્સો 54.84% (₹21,071 કરોડ) રહ્યો છે, જ્યારે ખાનગી કંપનીઓએ પણ 45.16% (₹17,353 કરોડ) ના યોગદાન સાથે મજબૂત પકડ જમાવી છે. અત્યારે ભારત મિસાઈલ, રડાર અને આર્ટિલરી ગન જેવા અત્યાધુનિક સાધનો વિશ્વના 80 થી વધુ દેશોમાં મોકલી રહ્યું છે, જેના કારણે ભારત હવે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈનનો અનિવાર્ય ભાગ બની ગયું છે.
નિકાસકારોની સંખ્યા પણ 128 થી વધીને 145 થઈ ગઈ છે, જે દર્શાવે છે કે નાના અને મધ્યમ ઉદ્યોગો પણ હવે સંરક્ષણ ઉત્પાદનમાં સક્રિય થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ અને સરળ લાયસન્સ પ્રક્રિયા જેવા સુધારાઓએ આ ક્ષેત્રમાં તેજી લાવી છે. ₹14,802 કરોડનો વાર્ષિક વધારો એ સાબિત કરે છે કે ભારત હવે માત્ર હથિયારો આયાત કરતો દેશ નથી રહ્યો, પરંતુ વિશ્વને સુરક્ષા પૂરી પાડતો એક શક્તિશાળી નિકાસકાર બનીને ઉભરી રહ્યો છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
