તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
ભાવનગરના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાની દિલ્હીમાં રજૂઆત : માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે રોડ પરિયોજનાઓ અંગે મહત્વની બેઠક યોજાઈ
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેને ભાવનગરના ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ ગણાવી આભાર વ્યક્ત કરાયો : જિલ્લાના નવા માર્ગો અને શહેરી કનેક્ટિવિટીના આધુનિકીકરણ અંગે વિસ્તૃત ચર્ચા બાદ હકારાત્મક કાર્યવાહીની ખાતરી મળી

નવી દિલ્હી: ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાએ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી સાથે એક વિશેષ મુલાકાત કરી હતી. ૦૨ એપ્રિલ ૨૦2૬ના રોજ યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકનો મુખ્ય હેતુ ભાવનગર સંસદીય ક્ષેત્રમાં માર્ગ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવી વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસને નવી ગતિ આપવાનો હતો.
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે બદલ આભાર:
બેઠકની શરૂઆતમાં નિમુબેન બાંભણીયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલા અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે પ્રોજેક્ટ બદલ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. તેમણે રજૂઆત કરતા જણાવ્યું હતું કે આ મહત્વકાંક્ષી એક્સપ્રેસ વે ભાવનગર જિલ્લાના ઉદ્યોગો અને વ્યાપારિક ગતિવિધિઓ માટે 'બેકબોન' સમાન સાબિત થશે, જેનાથી પરિવહન સમયમાં મોટો ઘટાડો થશે અને રોકાણની નવી તકો ઉભી થશે.
નવી રોડ પરિયોજનાઓ અંગે ચર્ચા:
આ મુલાકાત દરમિયાન ભાવનગર જિલ્લામાં આગામી સમયમાં આવનારી નવી રોડ પરિયોજનાઓ અંગે પણ વિસ્તૃત પરામર્શ કરવામાં આવ્યો હતો. મંત્રીએ ભાવનગરના શહેરી વિસ્તારોને જોડતા મુખ્ય માર્ગોના આધુનિકીકરણ અને જિલ્લાના આંતરિક રસ્તાઓના નેટવર્કને સુધારવા માટે વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે રજૂઆત કરી હતી કે ભાવનગરના વિકાસ માટે અત્યાધુનિક માર્ગ માળખું અનિવાર્ય છે.
હકારાત્મક પ્રતિસાદ અને ખાતરી:
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નિમુબેન બાંભણીયા દ્વારા કરવામાં આવેલી તમામ રજૂઆતોને ખૂબ જ હકારાત્મક રીતે સાંભળી હતી. તેમણે ભાવનગર સંસદીય ક્ષેત્રની માર્ગ પરિયોજનાઓને અગ્રતા આપી જરૂરી વહીવટી પ્રક્રિયા અને કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ બેઠકથી આગામી દિવસોમાં ભાવનગર જિલ્લાના માર્ગોના વિકાસને નવો વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(5:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
