તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
ગૌતમ અદાણી સહપરિવાર અયોધ્યામાં ભગવાન શ્રીરામના દર્શને
રામ મંદિર એ દેશના ભક્તિ કેન્દ્રની સાથે ભારતની સંસ્કળતિ, એકતા અને આત્મવિશ્વાસનું પ્રતીકઃ આજના AI યુગમાં ગુરુકુળ પરંપરાને જાળવવા અદાણી ગ્રુપ તમામ સહયોગ આપશેઃ ગોૈતમ અદાણી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨: ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આજે સહપરિવાર અયોધ્યા મધ્યે ભગવાન શ્રી રામના ચરણોમાં શિશ ઝુકાવ્યું હતું. દર્શન કર્યા બાદ તેમણે મીડિયા સાથે વાત કરી પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, મારા પરિવાર અને મને અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન કરવાની તક મળી. આ એક ભાવનાત્મક ક્ષણ છે, ગર્વની ક્ષણ છે. આ મંદિર ફક્ત ભક્તિનું કેન્દ્ર નથી પણ ભારતની સંસ્કળતિ, એકતા અને આત્મવિશ્વાસનું પ્રતીક પણ છે. ભગવાન રામના આદર્શો આપણને સત્ય અને કર્તવ્યના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે. હું પ્રાર્થના કરું છું કે ભગવાન રામના આશીર્વાદ આપણા બધા પર રહે અને આપણો દેશ પ્રગતિના માર્ગ પર આગળ વધે. વધુમાં તેમણે કહ્યું હતું કે, આ ખ્ત્ યુગમાં આ ગુરુકુળ સંસ્કળતિને જાળવવા માટે અદાણી ફાઉન્ડેશન તમામ સહયોગ આપશે
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
