તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
રૂપિયો ઉછળ્યોઃ RBIના એક માસ્ટરસ્ટ્રોકથી ડોલરના વળતાં પાણીઃ ૧૨ વર્ષનો રેકોર્ડ તૂટયો!
સટોડિયાઓ પર લગામ કસતા રૂપિયો ૧.૮% ઉછળીને સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો : ક્રૂડ ઓઈલ $૧૦૬ને પાર અને ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતીય ચલણે બતાવ્યો દમ

મુંબઈ, તા.૨: વૈશ્વિક બજારમાં જ્યારે યુદ્ધ અને મોંઘવારીનો ફફડાટ છે, ત્યારે ભારતીય રૂપિયાએ પલટવાર કરીને દુનિયાને ચોંકાવી દીધી છે. ૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ રૂપિયાએ ડોલર સામે ૧.૮%ની ઐતિહાસિક છલાંગ લગાવી, જે સપ્ટેમ્બર ૨૦૧૩ પછીનો સૌથી મોટો ઉછાળો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ નોન-ડિલિવરેબલ ફોરવર્ડ્સ માર્કેટમાં બેંકો પર કડક નિયંત્રણો લાદીને સટોડિયાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. આ એક જ પગલાથી બજારમાં ડોલરનો કળત્રિમ ઉભરો શમી ગયો અને રૂપિયો ૯૫ની સપાટીથી રિકવર થઈ ૯૩.૧૭ સુધી મજબૂત થયો છે. આ ઉછાળો એટલા માટે અદભૂત છે કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિતિ અત્યંત -તિકૂળ છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને પાષાણ યુગમાં મોકલી દેવાની ધમકી બાદ બ્રેન્ટ ક્રૂડ $૧૦૬ને પાર કરી ગયું છે. સામાન્ય રીતે કાચા તેલના ભાવ વધતા રૂપિયો નબળો પડતો હોય છે, પરંતુ RBIની વ્યૂહરચનાએ વૈશ્વિક દબાણને પછાડી દીધું છે. સેન્ટ્રલ બેંકે કંપનીઓને વિદેશી વિનિમય કરારો ફરીથી બુક કરતા અટકાવતા, બેંકોમાં ડોલર વેચવાની હોડ જામી હતી, જેના સીધા ફાયદા ભારતીય ચલણને મળ્યા છે.
સામાન્ય જનતા માટે આ સમાચાર રાહત સમાન છે. જો રૂપિયો આ જ રીતે મજબૂત ટકી રહેશે, તો આયાતી ચીજવસ્તુઓ જેવી કે ઈલેક્ટ્રોનિક્સ અને કાચું તેલ સસ્તું થઈ શકે છે, જે આડકતરી રીતે મોંઘવારી પર લગામ કસશે. જોકે, બજારના નિષ્ણાતો સાવચેત છે કે જ્યાં સુધી ક્રૂડ ઓઈલ $૧૦૦ની નીચે નહીં આવે ત્યાં સુધી રૂપિયા પર દબાણ જળવાઈ રહેશે. છતાં, આજના ઉછાળાએ સાબિત કર્યું છે કે વૈશ્વિક સંકટ વચ્ચે પણ ભારતનું આર્થિક તંત્ર પોતાની સુરક્ષા કરવા માટે સક્ષમ છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
