તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
પાકિસ્તાન ભૂલ કરવાની હિંમત ન કરે, આ વખતે ભારત નહિ છોડે
દેશમાં ઈંધણ અને ગેસના પુરવઠા બાબતે અફવાઓથી દૂર રહેવા જનતાને અપીલ : ઈરાન યુદ્ધના ઓછાયા વચ્ચે પડોશી દેશોની હિલચાલ પર રક્ષા મંત્રીની બાજ નજર

નવી દિલ્હી, તા.૨: વિશ્વ જ્યારે ઈરાન સંઘર્ષના કારણે યુદ્ધના મુખે ઊભું છે, ત્યારે ભારતે પોતાના દુશ્મનોને સ્પષ્ટ શબ્દોમાં શાનમાં સમજાવી દીધું છે કે ભારતની શાંતિને તેની નબળાઈ સમજવાની ભૂલ ન કરવી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એક મહત્વપૂર્ણ સંબોધનમાં જણાવ્યું કે, એશિયામાં વધતા તણાવનો ફાયદો ઉઠાવી જો કોઈ પડોશી દેશ ભારત વિરુદ્ધ કોઈ દુઃખદ કાર્ય કે આક્રમકતા બતાવવાની હિંમત કરશે, તો ભારતનો વળતો પ્રહાર માત્ર સખત જ નહીં પણ અભૂતપૂર્વ હશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતળત્વમાં ભારતીય સેના કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે હાઈ એલર્ટ પર છે અને દેશની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.પヘમિ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારતમાં મોંઘવારી કે અછત સર્જાશે તેવી અફવાઓ પર પણ રાજનાથ સિંહે પૂર્ણવિરામ મૂકયું છે. તેમણે દેશવાસીઓને ખાતરી આપતા કહ્યું કે, દેશમાં પેટ્રોલ, ડીઝલ કે રસોઈ ગેસની કોઈ અછત નથી અને પુરવઠો એકદમ સામાન્ય છે. કેટલાક તત્વો ભયનું વાતાવરણ ઉભું કરી રહ્યા છે, પરંતુ સરકારે ઉર્જા સુરક્ષા માટે પૂરતા ઈન્તજામ કરી રાખ્યા છે. ભારતીય નૌસેના પણ સમુદ્રી માર્ગો પર સતત નજર રાખી રહી છે જેથી ઈંધણ લઈને આવતા જહાજો સુરક્ષિત રીતે ભારત પહોંચી શકે. નાગરિકોએ કોઈ પણ પ્રકારના ગભરાટમાં આવ્યા વગર અફવાઓથી દૂર રહેવું જોઈએ.
વિદેશમાં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા રક્ષા મંત્રીએ કહ્યું કે સરકાર તેમના સંપર્કમાં છે અને દરેક ભારતીયની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સરકારની ઉચ્ચ સ્તરીય બેઠકોમાં દરરોજ સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. રાજનાથ સિંહનું આ નિવેદન માત્ર એક ચેતવણી નથી, પણ બદલાતા વૈશ્વિક સમીકરણો વચ્ચે ભારતની મજબૂત અને નિર્ણાયક વિદેશ નીતિનો પુરાવો છે. ટૂંકમાં, ભારત અત્યારે વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં છે, પણ જો કોઈએ સરહદ ઓળંગવાની કોશિશ કરી તો તેનું પરિણામ ભયાનક આવશે તે નક્કી છે.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
