તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
બંગાળમાં ન્યાયના રક્ષકો પર આફતઃ સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
કોર્ટે મમતા સરકારને આડે હાથ લીધીઃ મુખ્ય સચિવ અને DGPને કારણ બતાવો નોટિસ : માલદામાં સાત ન્યાયિક અધિકારીઓને બંધક બનાવવાની ઘટનાને કોર્ટે ગણાવી ન્યાયતંત્ર પર હુમલો

નવી દિલ્હી, તા.૨: પશ્ચિમ બંગાળના માલદામાં ન્યાયિક અધિકારીઓના ઘેરાબંધીના મામલે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ભારે ગરમાગરમી જોવા મળી હતી. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે મમતા બેનર્જી સરકારના વલણની આકરી ટીકા કરતા આ ઘટનાને માત્ર કાયદો-વ્યવસ્થાની નિષ્ફળતા નહીં, પરંતુ લોકશાહી અને ન્યાયતંત્ર પરનો પૂર્વયોજિત હુમલો ગણાવ્યો હતો. જ્યારે રાજ્ય સરકાર તરફથી બચાવ કરવામાં આવ્યો કે તેમને ખબર નથી કે તોફાનીઓ કોણ છે, ત્યારે ઘ્થ્ત્એ રોષે ભરાઈને પૂછયું હતું કે, તમે અમને દબાણ કરી રહ્યા છો? આ બધું પૂર્વયોજિત, સુનિયોજિત અને ચૂંટણી પ્રક્રિયાને પાટા પરથી ઉતારવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ન્યાયાધીશોને નિશાન બનાવવા એ સીધો સુપ્રીમ કોર્ટની સત્તાને પડકારવા સમાન છે.
કોર્ટે રાજ્ય વહીવટીતંત્રની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જ્યારે સાત ન્યાયિક અધિકારીઓ કલાકો સુધી ભયના ઓથાર હેઠળ બંધક હતા, ત્યારે રાજ્યની પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ શું કરી રહી હતી? CJI સૂર્યકાંતે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે, અમે ચૂપ બેસી શકીએ નહીં જ્યારે ન્યાયના રક્ષકોને આ રીતે રસ્તા પર હેરાન કરવામાં આવે. રાજ્ય સરકારના નબળા બચાવને ફગાવી દેતા કોર્ટે તેને વહીવટી તંત્રની ઘોર બેદરકારી ગણાવી હતી. આ ઘટનાને જે રીતે અંજામ આપવામાં આવ્યો તે જોતા કોર્ટે તેને ન્યાયિક વહીવટમાં અવરોધ ઊભો કરવાનું પ્રેરિત કળત્ય જાહેર કર્યું હતું, જેની પાછળ ઊંડા કાવતરાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.આ ગંભીર મામલામાં સુપ્રીમ કોર્ટે હવે આકરા પગલાં લેવાની તૈયારી બતાવી છે. CJI સૂર્યકાંતની બેન્ચે ચેતવણી આપી છે કે જો રાજ્ય સરકાર જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે, તો કોર્ટ પોતે જ કમાન્ડ સંભાળશે. મમતા બેનર્જી સરકારને આપવામાં આવેલો આ ઠપકો પヘમિ બંગાળની રાજકીય અને ન્યાયિક સ્થિતિ પર મોટા સવાલો ઊભા કરે છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે કોઈપણ રાજકીય દબાણ હેઠળ ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચાડનારા તત્વોને બક્ષવામાં આવશે નહીં. હવે આખો દેશ જોઈ રહ્યો છે કે કારણ બતાવો નોટિસ બાદ બંગાળ સરકાર શું સ્પષ્ટતા કરે છે.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
