તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
ઈન્ડિગોએ ફલાઈટના ભાડામાં તોતિંગ વધારો કર્યો
હવાઈ મુસાફરી કરનારા યાત્રીઓને મોટો ફટકો : ઈન્ડિગોએ પોતાની ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફલાઈટ્સના એર ફેરમાં ૨૭૫ રૂપિયાથી લઈ ૧૦ હજાર સુધી એટીએફ ચાર્જ વસૂલવાની જાહેરાત

નવી દિલ્હી તા.૨: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી જંગની અસર ખાલી કૂટનીતિ અને તેલ-ગેસ સુધી મર્યાદિત નથી રહી, પણ તેની સીધી અસર એવિએશન સેક્ટર પર પણ પડી રહી છે. હકીકતમાં મિડલ ઈસ્ટ સાથે વેસ્ટ એશિયામાં શરૂ થયેલા અથડામણના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે, જેના કારણે એર ટર્બાઈન ફયૂલની કિમતોમાં જોરદાર વધારો શરૂ થયો છે. પરિણામે હવે એરલાઈન્સ કંપનીઓએ પોતાની ફલાઈટના એર ફેર વધારવાના શરૂ કરી દીધા છે.
ભારતમાં એર ફેર વધારવાની શરૂઆત ઈન્ડિગો તરફથી કરી દીધી છે. ઈન્ડિગોએ પોતાની ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફલાઈટ્સના એર ફેરમાં ૨૭૫ રૂપિયાથી લઈ ૧૦ હજાર સુધી એટીએફ ચાર્જ વસૂલવાની વાત કહી છે. એરલાઈન અનુસાર, ૨ એપ્રિલ ૨૦૨૬ની અડધી રાત બાદ બુક થનારી તમામ ટિકિટો પર નવા ફયૂલ ચાર્જ લાગુ થશે. નવા ફયૂલ ચાર્જને ફલાઈટના અંતરના હિસાબથી લાગુ કરવામાં આવશે. ડોમેસ્ટિક સેક્ટરમાં હવે ૦થી ૫૦૦ કિમી સુધીની ફલાઈટ પર ૨૭૫ રૂપિયા, ૫૦૦થી ૧૦૦૦ કિમી સુધી ૪૦૦ રૂપિયા, ૧૦૦૦થી ૧૫૦૦ કિમી સુધી ૬૦૦ રૂપિયા એટીએફ ચાર્જ આપવો પડશે.
આ ઉપરાંત ૧૫૦૦થી ૨૦૦૦ કિમી સુધીની ડોમેસ્ટિક ફલાઈટ પર ૮૦૦ રુપિયા અને ૨૦૦૦ કિમીથી વધારેના અંતરની ડોમેસ્ટિક ફલાઈટ પર ૯૫૦ રુપિયાનો ફયૂલ ચાર્જ આપવો પડશે. તો વળી આંતરરાષ્ટ્રીય ફલાઈટ પર અસર આનાથી પણ વધારે જોવા મળી રહી છે. ઈન્ટરનેશનલ સેક્ટરમાં ફયૂલ ચાર્જ તરીકે ૯૦૦ રુપિયાથી લઈ ૧૦ હજાર સુધીના ચાર્જની વાત કહેવાય છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
