<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

ઈરાનનો બહેરીનમાં એમેઝોનના ડેટા સેન્‍ટર પર હુમલો

ઈરાને કુલ ૧૮ યુ.એસ. ટેક કંપનીઓને નિશાન બનાવવાની ચીમકી આપી હતી

તહેરાન,તા.૦૨:  મિડલ ઈસ્‍ટમાં અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્‍ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાને મંગળવારે અમેરિકન ટેક કંપનીઓને નિશાન બનાવવાની ચીમકી આપી  હતી. ત્‍યારે મીડિયા અહેવાલ મુજબ ઈરાને બહેરીનમાં એમેઝોનના ડેટા સેન્‍ટર પર હુમલો કર્યો છે.

આ ડેટા સેન્‍ટરને હુમલામાં સીધું નિશાન બનાવવામાં આવ્‍યું ન હતું. જોકે નજીકના ડ્રોન હુમલાની અસરને કારણે તેની કામગીરી ખોરવાઈ ગઈ હતી. બહેરીન દ્વારા એક્‍સ પર હુમલાની પોસ્‍ટ શેર કરવામાં આવી હતી.  જોકે તેમાં સ્‍પષ્ટપણે એમેઝોનનો ઉલ્‍લેખ નથી.

આ પૂર્વે ઈરાને ચીમકી આપી હતી કે  તે મેટા, ગૂગલ, એપલ અને માઈક્રોસોફટ જેવી મોટી કંપનીઓના ડેટાબેઝ પર હુમલા કરશે.  ઈરાને  કુલ ૧૮ યુ.એસ. ટેક કંપનીઓને નિશાન બનાવવાની ચીમકી આપી હતી. માઇક્રોબ્‍લોગિગ પ્‍લેટફોર્મ પર યુઝર્સ સતત એમેઝોન વિશે પોસ્‍ટ કરી રહ્યા છે. જો એમેઝોનના ડેટા સેન્‍ટર પર હુમલો થાય છે તો તે ફક્‍ત એમેઝોનના સંચાલનને જ નહીં પરંતુ વિશ્વભરમાં અસંખ્‍ય અન્‍ય વેબ સેવાઓને પણ ખોરવી શકે છે.

ઉલ્‍લેખનીય છે કે, ભારત સહિત મોટાભાગના દેશો AWS સેવાઓનો ઉપયોગ કરે છે. આનો અર્થ એ છે કે જો એમેઝોનના ડેટા સેન્‍ટરો પર હુમલો થાય છે, તો શક્‍ય છે કે અન્‍ય દેશોમાં સેવાઓમાં પણ  અસર થશે.  બહેરીનમાં એમેઝોન ડેટા સેન્‍ટર વિશે હાલમાં હુમલા અંગેના અહેવાલો આવી રહ્યા છે

 

(10:04 AM IST)