<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

દેશભરમાં આજે હનુમાન જયંતિની હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી: સવારથી જ હનુમાન મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી

મહાવીર બજરંગબલીના જન્મોત્સવ નિમિત્તે ઠેર-ઠેર સુંદરકાંડ, મહાપૂજા અને ભંડારાનું આયોજન: નરેન્દ્રભાઈ સહિતના દિગ્ગજ નેતાઓએ દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ

 

 

ચૈત્ર સુદ પૂનમ એટલે કે રામભક્ત હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે આજે સમગ્ર દેશમાં હનુમાન જયંતિની ભારે શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ કાશીના સંકટ મોચન મંદિર, અયોધ્યાના હનુમાન ગઢી અને ગુજરાતના સાળંગપુર કષ્ટભંજન દેવ સહિતના તમામ નાના-મોટા હનુમાન મંદિરોમાં દર્શનાર્થીઓનું મહેરામણ ઉમટી પડ્યું છે. મંદિરોને આકર્ષક ફૂલો અને વિશેષ રોશનીથી શણગારવામાં આવ્યા છે. વિવિધ હિંદુ સંગઠનો અને મંદિરો દ્વારા સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસાના અખંડ જાપ, મહાઆરતી અને ભંડારાના ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે. ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ જય શ્રી રામ અને જય બજરંગબલીના નાદ ગુંજી રહ્યા છે. દેશના વડાપ્રધાન અને અન્ય રાજકીય મહાનુભાવોએ સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ નાગરિકોને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.

(9:33 AM IST)