<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

જમ્મુ-કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારોમાં સિઝનની તાજી હિમવર્ષા: ગુલમર્ગ અને સોનમર્ગ સહિતના પ્રવાસન સ્થળોએ બરફની સફેદ ચાદર છવાઈ

મેદાની વિસ્તારોમાં વરસાદને કારણે તાપમાનમાં અચાનક ઘટાડો નોંધાયો: ખરાબ હવામાનને પગલે શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર પ્રભાવિત

 

 

કાશ્મીર ખીણ અને જમ્મુ ડિવિઝનના ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં ફરી એકવાર વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુલમર્ગ, પહેલગામ, સોનમર્ગ અને પીર પંજાલની પર્વતમાળાઓમાં તાજી અને ભારે હિમવર્ષા નોંધાઈ છે. બીજી તરફ, શ્રીનગર સહિતના ખીણના મેદાની વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકતાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગના સત્તાવાર અહેવાલો મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસરને કારણે આ બદલાવ આવ્યો છે. ખરાબ હવામાન અને હિમસ્ખલનના ડરને કારણે શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર આંશિક રીતે પ્રભાવિત થયો છે. જોકે, કાશ્મીરના પ્રવાસન સ્થળોએ થયેલી આ તાજી બરફવર્ષાથી પ્રવાસીઓના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા છે.

 

(9:32 AM IST)