<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

લોકસભા ચૂંટણીની જાહેરાતને પગલે જીપીએસસી દ્વારા વિવિધ ૧૦ જેટલી પ્રાથમિક કસોટીઓની પરીક્ષાની તારીખોમાં મોટો ફેરફાર કરાયો

૨૬ એપ્રિલે લેવાનારી જીપીએસસીની પરીક્ષા હવે ૩ મેના રોજ યોજાશે: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરાયો

ગુજરાતમાં ચૂંટણીના માહોલ અને મતદાનને ધ્યાનમાં રાખીને ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા પરીક્ષા આપતા હજારો ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જીપીએસસી દ્વારા લેવાતી વિવિધ ૧૦ જેટલી પ્રાથમિક કસોટીઓની તારીખોમાં સત્તાવાર ફેરફાર કરવામાં આવ્યો છે. આયોગની સત્તાવાર જાહેરાત મુજબ, અગાઉ ૨૬ એપ્રિલના રોજ જે પ્રાથમિક કસોટીઓ યોજાવાની હતી, તે હવે આગામી ૩ મેના રોજ લેવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયામાં વહીવટી તંત્રની વ્યસ્તતા અને ઉમેદવારોને મતદાન કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે ઉમદા હેતુથી આ નિર્ણય લેવાયો છે. જીપીએસસી દ્વારા પોતાની સત્તાવાર વેબસાઈટ અને ડિજિટલ માધ્યમો પર આ અંગેનો નવો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. તમામ ઉમેદવારોને નવી તારીખો મુજબ તૈયારીઓ કરવા આયોગ દ્વારા સૂચના આપવામાં આવી છે.

(9:30 AM IST)