News of Friday, 27th March 2026
બંગાળમાં 'હાઈટેક' ચૂંટણીનો શંખનાદ: GPS ટ્રેકિંગ અને જીઓ-ટેગિંગના અભેદ કિલ્લા વચ્ચે યોજાશે મતદાન, ૨૪૦૦ સુરક્ષા કંપનીઓ પર રહેશે ઈલેક્શન કમિશનની 'ડિજિટલ નજર'!
સુરક્ષા દળોની હિલચાલ પર રિયલ-ટાઇમ મોનિટરિંગ; સંવેદનશીલ વિસ્તારો માટે ખાસ બ્લુપ્રિન્ટ તૈયાર, નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા ટેકનોલોજીનો માસ્ટરપ્લાન

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ છે, ત્યારે ચૂંટણી પંચે (EC) મુક્ત અને ન્યાયી મતદાન સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનો સહારો લીધો છે. આ વખતે બંગાળની ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થા માત્ર લાઠી કે બંદૂક પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેને GPS અને જીઓ-ટેગિંગ જેવા આધુનિક સાધનોથી સજ્જ કરવામાં આવી છે.
૨,૪૦૦ કંપનીઓનો લોખંડી બંદોબસ્ત
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, સમગ્ર રાજ્યમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) ની કુલ ૨,૪૦૦ કંપનીઓ તૈનાત કરવામાં આવશે. જેમાંથી ૪૮૦ કંપનીઓ અત્યારથી જ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી રહી છે, જ્યારે બાકીની ૧,૯૨૦ કંપનીઓ ૩૧ માર્ચથી ૧૭ એપ્રિલ દરમિયાન તબક્કાવાર રીતે બંગાળ પહોંચશે. જવાનોની હિલચાલ માટે ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.
GPS અને કેમેરાથી 'થર્ડ આઈ' વોચ
આ વખતે સુરક્ષામાં કોઈ કચાશ ન રહી જાય તે માટે CAPF ના વાહનોમાં GPS ટ્રેકર લગાવવામાં આવ્યા છે. વધુમાં, ક્વિક રિસ્પોન્સ ટીમ્સ (QRTs) અને મોબાઈલ યુનિટ્સમાં ખાસ કેમેરા ફીટ કરાયા છે જે ઘટનાસ્થળનું સીધું પ્રસારણ (Real-time feed) કંટ્રોલ રૂમને મોકલશે. જીઓ-ટેગિંગને કારણે સુરક્ષા દળો કયા લોકેશન પર તૈનાત છે તેની ચોક્કસ માહિતી (અક્ષાંશ-રેખાંશ સાથે) પંચ પાસે ઉપલબ્ધ રહેશે, જેથી કામગીરીમાં વધુ પારદર્શિતા આવશે.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
