<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

ભારતમાં કોઈ લોકડાઉન લાદવામાં નહીં આવે: નિર્મલા સીતારમણએ આપી ખાતરી

નાણામંત્રીએ કહ્યું- COVID-19 રોગચાળા દરમિયાન આપણે જે પ્રકારનું લોકડાઉન જોયું હતું તેવું કોઈ લોકડાઉન નહીં હોય

નવી દિલ્હી : કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, “હું લોકોને ખાતરી આપવા માંગુ છું કે કોઈ લોકડાઉન નહીં થાય. મને આશ્ચર્ય થાય છે કે કેટલાક નેતાઓ દાવો કરી રહ્યા છે કે લોકડાઉન લાદવામાં આવશે અને બળતણની અછત પણ રહેશે. આવા બધા દાવા પાયાવિહોણા છે. રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિઓ તરફથી આવી ટિપ્પણીઓ ચિંતાજનક છે. COVID-19 રોગચાળા દરમિયાન આપણે જે પ્રકારનું લોકડાઉન જોયું હતું તેવું કોઈ લોકડાઉન નહીં હોય. હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે COVID દરમિયાન આપણે જે પ્રકારનું લોકડાઉન જોયું હતું તેવું લોકડાઉન લાદવામાં આવશે નહીં.”

(12:32 PM IST)