News of Friday, 27th March 2026
દુનિયાની સૌથી મોંઘી સેન્ડવિચઃ કિંમત છે ૧૭,૫૦૦
કરોડપતિઓને પણ ખરીદતા પહેલા વિચાર કરવો પડે, ખાવા માટે ૨ દિવસ પહેલા આપવો પડે છે ઓર્ડર : નામ છે ક્વિન્ટેસેન્શિયલ ગ્રીલ્ડ ચીઝ સેન્ડવિચઃ ન્યૂયોર્કમાં મળે છે

ન્યૂયોર્ક તા.૨૭: સેન્ડવિચ એવું ફાસ્ટ ફૂડ છે, જે સૌને ભાવે છે... સામાન્ય રીતે સેન્ડવિચ ૫૦, ૧૦૦ કે ૨૦૦ સુધીમાં મળે છે. પરંતુ આજે એક એવી સેન્ડવિચ વિશે વાત કરીએ જેને વિશ્વની સૌથી મોંઘી સેન્ડવિચ પણ કહેવાય છે. તેની કિમત એટલી છે કે મિડલ ક્લાસ લોકોની તો આખી સેલરી ખર્ચ થઈ જાય. ૧૭,૫૦૦ છે, જાણો શું ખાસ છે સેન્ડવિચમાં.
તમે તમારા જીવનમાં ઘણી મોંઘી વસ્તુઓ ખાધી હશે. તમે ઘણી બધી પ્રકારની સેન્ડવિચ ખાધી હશે. પણ શું તમે દુનિયાની સૌથી મોંઘી સેન્ડવિચ વિશે જાણો છો? અત્યાર સુધી, આપણે વિચાર્યું છે કે કોઈ વ્યક્તિ બે સ્લાઈસ બ્રેડમાં થોડી સામગ્રી ભરીને કેટલું વેચી શકે છે. વધુમાં વધુ, તેની કિમત થોડાક સો રૂપિયા, અથવા તો હજાર કે બે હજાર રૂપિયા પણ હોઈ શકે છે. પરંતુ એવું નથી. આજે અમે જે સેન્ડવિચની વાત કરી રહ્યા છીએ, તે વિશ્વની સૌથી મોંઘી સેન્ડવિચ છે.
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયેલ વિશ્વની સૌથી મોંઘી સેન્ડવિચની કિમત કુલ ૧૭,૦૦૦ રૂપિયા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે તમારે તેને ખાવા માટે બે દિવસ પહેલા ઓર્ડર આપવો પડશે. આનો અર્થ એ છે કે તમે ફક્ત રેસ્ટોરાંમાં જઈને ઓર્ડર આપી શકતા નથી.
ક્યાં મળે છે આટલી મોંઘી સેન્ડવિચ? અમે જે સેન્ડવિચ વિશે વાત કરી રહ્યા છીએ તે વિશ્વની સૌથી મોંઘી સેન્ડવિચ છે. ઓડિટી સેન્ટ્રલ ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ અનુસાર ન્યૂયોર્કની સેરેન્ડિપિટી ૩ રેસ્ટોરાંમાં મળતી સેન્ડવિચ દુનિયાની સૌથી મોંઘી સેન્ડવિચ છે. તેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાંથી આ ખિતાબ મળ્યો છે. આヘર્યજનક રીતે, સેરેન્ડિપિટી ૩ રેસ્ટોરાંમાં સૌથી મોંઘી મીઠાઈ, સૌથી મોંઘું હેમબર્ગર, સૌથી મોંઘું હોટ ડોગ અને સૌથી મોટી વેડિગ કેકનો રેકોર્ડ પણ છે.
આ સેન્ડવિચ આટલી મોંઘી કેમ છે? હવે જાણો કે આ સેન્ડવિચ આટલી મોંઘી કેમ છે. અમે જે સેન્ડવિચ વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે ક્વિન્ટેસેન્શિયલ ગ્રીલ્ડ ચીઝ સેન્ડવિચ. તેમાં પડતી વસ્તુઓ ઘણી મોંઘી અને મેળવવી મુશ્કેલ છે. એટલા માટે તેની કિમત રૂા.૧૭,૦૦૦ છે. તેમાં ફ્રેન્ચ પુલમેન શેમ્પેન બ્રેડના બે ટુકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ડોમ પેરિગ્નન શેમ્પેન અને ખાદ્ય સોનાના ટુકડાથી બનેલી છે. બ્રેડના ટુકડા વચ્ચે સફેદ ટ્રફલ બટર અને કેસિઓકાવાલો પોડોલિકો ચીઝ ફેલાવવામાં આવે છે. તેને બેકારેટ ક્રિસ્ટલ પ્લેટ પર દક્ષિણ આફ્રિકન લોબસ્ટર ટોમેટો બિસ્ક ડીપિગ સોસ સાથે પીરસવામાં આવે છે. આ બધી સામગ્રીની કિમત તેને વિશ્વની સૌથી મોંઘી સેન્ડવિચ બનાવે છે.
આ વસ્તુઓના નામ પરથી તમને ખબર પડી જ હશે કે તે કેટલી દુર્લભ છે. આ જ કારણ છે કે જો તમને આ સેન્ડવિચ ખાવાનું મન થાય તો તમારે ૪૮ કલાક પહેલા એટલે કે ૨ દિવસ પહેલા ઓર્ડર આપવો પડશે. જ્યારે કોઈ ખાવા માટે સેન્ડવિચનો ઓર્ડર આપે ત્યારે જ અલગ-અલગ જગ્યાએથી સામાન મંગાવવામાં આવે છે. આમાં વપરાતું ચીઝ ખાસ ઇટાલીથી લાવવામાં આવે છે, જે ખાસ જાતની ગાયોના દૂધમાંથી બનાવવામાં આવે છે. આ ગાય વર્ષમાં માત્ર ૨ મહિના જ દૂધ આપે છે અને તેના દૂધ માટે માત્ર ૨૫ હજાર ગાયોનું જ સંવર્ધન થાય છે.
આ રેસ્ટોરાંમાં બીજી ઘણી વસ્તુઓ મોંઘી છે સેરેન્ડિપિટી ૩ માં તમને ફક્ત સૌથી મોંઘી સેન્ડવિચ જ નહીં, પણ સૌથી મોંઘી મીઠાઈ, સૌથી મોંઘી હેમબર્ગર, સૌથી મોંઘી હોટ ડોગ અને સૌથી મોટી લગ્નની કેક પણ મળશે. જો કે, તમને આ વસ્તુઓ તાત્કાલિક મળશે નહીં; જો તમને વિશ્વની સૌથી મોંઘી સેન્ડવિચ જોઈતી હોય, તો તમારે તેને બે દિવસ અગાઉથી ઓર્ડર કરવી પડશે
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
