<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

એક નાઇટ-ક્‍લબને કારણે બ્રિટનમાં મગજના તાવનો આતંક ફેલાયો

છેલ્‍લા ૧૫ દિવસમાં ૨૯ યુવાનોને જીવલેણ મેનિન્‍જાઇટિસ થયો, બેનાં મોત થવાથી બ્રિટનની હેલ્‍થ-એજન્‍સીઓ અલર્ટ મોડમાં

લંડન,તા.૨૩: ઇંગ્‍લેન્‍ડમાં મેનિન્‍જાઇટિસ એટલે કે મગજના તાવના કેસોમાં અચાનક થયેલા વધારાએ આરોગ્‍ય વિભાગની ચિતામાં વધારો કર્યો છે. ખાસ કરીને યુવાનોમાં જોવા મળી રહેલા આ રોગચાળાનો સીધો સંબંધ એક નાઇટ-ક્‍લબ સાથે હોવાનું સામે આવ્‍યું છે. અત્‍યાર સુધીમાં આ જીવલેણ બીમારીને કારણે બે વ્‍યક્‍તિનાં મોત થયાં છે, જ્‍યારે કુલ કેસોનો આંકડો ૨૯ સુધી પહોંચી ચૂક્‍યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ કેન્‍ટ વિસ્‍તારમાં આવેલી ક્‍લબ કેમિસ્‍ટ્રી આ રોગચાળાનું મુખ્‍ય કેન્‍દ્ર હોવાનું મનાય છે. સાવચેતીના ભાગરૂપે આ ક્‍લબને હાલમાં બંધ કરી દેવામાં આવી છે. ઇંગ્‍લેન્‍ડની હેલ્‍થ સિક્‍યોરિટી એજન્‍સીના જણાવ્‍યા અનુસાર ૧૯ માર્ચ સુધીમાં પ્રયોગશાળા દ્વારા ૧૮ કેસની પુષ્ટિ કરવામાં આવી છે, જ્‍યારે અન્‍ય ૧૧ શંકાસ્‍પદ કેસની તપાસ ચાલી રહી છે. આ સંક્રમણ ‘ગ્રુપ બી  મેનિન્‍ગોકોકી' નામના બેક્‍ટેરિયાને કારણે ફેલાઈ રહ્યું છે.

(10:39 AM IST)