તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Sunday, 22nd March 2026
48 કલાકના અલ્ટીમેટમ પહેલા તેહરાન ધણધણ્યું: અમેરિકાના મિસાઈલ હુમલા:અનેક ટોપ લીડર માર્યા ગયા હોવાનો દાવો
અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે એક મહત્વપૂર્ણ નિવેદન: તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે તેલના ભાવ ક્યારે ઘટશે તેની કોઈ ચોક્કસ સમયરેખા નથી.તેમનું કહેવું છે કે તેમાં 50 દિવસથી 100 દિવસનો સમય લાગી શકે છે - એટલે કે પરિસ્થિતિ સંપૂર્ણપણે અનિશ્ચિત છે.

નવી દિલ્હી :મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ ચરમસીમાએ છે. આ દરમિયાન અમેરિકાએ અનેક અગ્રણી ઈરાની વ્યક્તિઓને નિશાન બનાવીને શ્રેણીબદ્ધ મિસાઈલ હુમલા શરૂ કર્યા છે. અમેરિકાએ આ હુમલાઓમાં અનેક ટોચના ઈરાની નેતાઓને માર્યા હોવાનો દાવો કર્યો છે. ઈરાને ઇઝરાયેલ પર હુમલા બાદ ટ્રમ્પે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું, ત્યારે તે પહલાં જ અમેરિકાએ ઈરાન પર અનેક મિસાલઇલ છોડી દીધી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અમેરિકા મિલિટ્રી નામના એકાઉન્ટ દ્વારા આ વિડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલાઓમાં ટોચના ઈરાની નેતાઓ માર્યા ગયા છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે તેલના ભાવ ક્યારે ઘટશે તેની કોઈ ચોક્કસ સમયરેખા નથી. તેમનું કહેવું છે કે તેમાં 50 દિવસથી 100 દિવસનો સમય લાગી શકે છે - એટલે કે પરિસ્થિતિ સંપૂર્ણપણે અનિશ્ચિત છે.
સ્કોટ બેસન્ટે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે અમેરિકા પાસે હાલમાં ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા લશ્કરી કાર્યવાહી ચાલુ રાખવા માટે પૂરતા પૈસા છે. જોકે, સરકાર ભવિષ્યમાં લશ્કરી તૈયારીઓને મજબૂત બનાવવા માટે કોંગ્રેસ પાસેથી વધારાના ભંડોળની માંગ કરી રહી છે. તેમણે એ પણ નોંધ્યું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, તેમના પહેલા કાર્યકાળની જેમ, ભવિષ્યની કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સૈન્યને મજબૂત બનાવવા પર ભાર મૂકી રહ્યા છે.
દરમિયાન, ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે વિશ્વ નેતાઓને ઇરાન સામેના યુદ્ધ પ્રયાસોમાં ઇઝરાયલ અને અમેરિકા સાથે જોડાવા અપીલ કરી હતી. ઇઝરાયલી ભૂમિ પર તાજેતરના હુમલાઓને ટાંકીને, બેન્જામિન નેતન્યાહૂએ ઈરાનને વધતો જતો વૈશ્વિક ખતરો ગણાવ્યો હતો.
ઈરાને ઈઝરાયલના અરાદમાં મિસાઈલ હુમલો કર્યો. હુમલાના સ્થળેથી, નેતન્યાહૂએ છેલ્લા 48 કલાકમાં ઈરાનના હુમલાઓ વિશે વિશ્વને માહિતી આપી. ઇઝરાયલી પીએમએ કહ્યું- ઈરાને જેરુસલેમમાં નાગરિક વિસ્તારો અને મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોને નિશાન બનાવ્યા છે, જેમાં વેસ્ટર્ન વોલ, ચર્ચ ઓફ ધ હોલી સેપલ્ચર અને અલ-અક્સા મસ્જિદનો સમાવેશ થાય છે.
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
