News of Saturday, 21st March 2026
દિલ્હી-એનસીઆરમાં વરસાદ અને ધુમ્મસના લીધે તાપમાનમાં ૯ ડીગ્રીનો ઘટાડોઃ ૬ વર્ષમાં સૌથી ઠંડો દિવસ
દિલ્હીમાં આગામી અઠવાડીયું તાપમાન ૩૦ થી ૩૬ ડીગ્રી વચ્ચે રહેશેઃ ફરીદાબાદમાં ધુમ્મસ

નવી દિલ્હીઃ દિલ્હી-એનસઆરના ઘણા વિસ્તારોમાં આજે હવામાનમાં અચાનક પલટો આવ્યો, જેનાથી લોકો આヘર્યચકિત થઈ ગયા. માર્ચમાં તાપમાનમાં વધારો થયો, બીજી તરફ, વરસાદ શરૂ થયો, અને થોડી જ વારમાં, દિલ્હી અને એનસીઆરનો સમગ્ર વિસ્તાર ધુમ્મસના જાડા પડદામાં ઢંકાઈ ગયો.
દિલ્હી-એનસીઆરમાં આજે શનિવારે તાપમાન ૧૫ ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી આસપાસ રહેવાની ધારણા છે. સાપ્તાહિક હવામાન આગાહી અનુસાર આગામી છ દિવસમાં દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૩૦ થી ૩૬ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે.
ઈદના દિવસે, દિલ્હીની જામા મસ્જિદ ધુમ્મસની ચાદરમાં છવાયેલી હતી. ગાઢ ધુમ્મસ વચ્ચે જામા મસ્જિદમાં નમાજ અદા કરવા માટે ભીડ એકઠી થઈ હતી. છેલ્લા ત્રણ દિવસમાં ભારે પવન સાથે હળવા વરસાદને કારણે રાજધાનીમાં તાપમાનમાં ઘટાડો થયો છે. ગઈકાલે, મહત્તમ તાપમાન ૨૧.૭ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું હતું. ૮ માર્ચ, ૨૦૨૦ ના રોજ અગાઉનું સૌથી ઓછું તાપમાન ૨૧.૨ ડિગ્રી સેલ્સિયસ હતું. છેલ્લા છ વર્ષમાં માર્ચનો સૌથી ઠંડો દિવસ બન્યો હતો. વરસાદથી દિલ્હીની હવા પણ સ્વચ્છ થઈ ગઈ છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) છેલ્લા પાંચ મહિનાથી સંતોષકારક રહ્યો છે. આજે આકાશ વાદળછાયું રહેશે, પરંતુ વરસાદની આગાહી નથી.ફરીદાબાદના ગ્રામીણ વિસ્તારોમાં ભારે ધુમ્મસ છવાઈ ગયું છે. ધુમ્મસના કારણે જાન્યુઆરી અને ડિસેમ્બર મહિના એકસરખા લાગે છે. આ ધુમ્મસ પાક માટે ફાયદાકારક નથી, પરંતુ નુકસાનકારક છે. વરસાદથી ભીંજાયેલા પાક સુકાશે નહીં.વાવણી શરૂ થઈ ગઈ છે, પરંતુ હવામાન સાફ થયા પછી ખેતરોમાં કામ ફરી શરૂ થવામાં ત્રણથી ચાર દિવસ લાગશે. ખેડૂતો હજુ પણ હવામાનને લઈને ચિતિત છે, કારણ કે ધુમ્મસ વરસાદનું એક સ્વરૂપ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૨ માર્ચ સુધી હવામાન ખરાબ રહેવાની ધારણા છે. હવામાન સાફ થશે ત્યારે જ તેમની ચિતાઓ દૂર થશે.
વરસાદથી હવાની ગુણવત્તામાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. દિલ્હીનો AQI ૯૩ નોંધાયો હતો, જે સંતોષકારક શ્રેણીમાં છે. દિલ્હીના લોકોએ આવી સ્વચ્છ હવાનો અનુભવ કર્યાને લગભગ પાંચ મહિના (૧૬૧ દિવસ) થઈ ગયા છે. અગાઉ, ૯ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ ૯૯નો AQI નોંધાયો હતો.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
