News of Thursday, 19th March 2026
નવી દિલ્હી: જામા મસ્જિદના ભીડભાડવાળા બજારમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા: મહિલા ચોર પર્સમાં હાથ નાખતા જ રંગેહાથ ઝડપાઈ, જાગૃત યુવાને કેમેરામાં કેદ કરી લીધી કરતૂત
ભીડનો લાભ ઉઠાવી પર્સ સાફ કરવાની ફિરાકમાં હતી મહિલા; 'ઘર કે ક્લેશ' હેન્ડલ પર વિડીયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર મચી ધૂમ - સાવધાન! તમારી નજર હટી કે દુર્ઘટના ઘટી

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીના સૌથી વ્યસ્ત ગણાતા જામા મસ્જિદ માર્કેટમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ખરીદી કરવા આવેલી મહિલાઓની ભીડ વચ્ચે એક મહિલા 'હાથફેરો' કરવાની કોશિશ કરી રહી હતી, પરંતુ એક સતર્ક યુવાનની નજરથી તે બચી શકી નહીં. આ આખી ઘટનાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર 'વાયરલ' થયો છે, જે જોઈને ભીડભાડવાળા વિસ્તારોમાં ખરીદી કરવા જતા લોકોની આંખો ખુલી ગઈ છે.
કેમેરાની નજરે પકડાઈ ચોરી
વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે એક સાંકડી અને વ્યસ્ત શોપિંગ લેનમાં મહિલાઓ કપડાં કે અન્ય ચીજવસ્તુઓ જોઈ રહી હતી. આ દરમિયાન, એક મહિલા બાળકને તેડીને ઉભેલી બીજી મહિલાની પાછળ અસામાન્ય રીતે નજીક આવી ગઈ હતી. વિડીયો રેકોર્ડ કરી રહેલા યુવાને જોયું કે આ મહિલાનો હાથ ધીમેથી સામેવાળી મહિલાના પર્સ તરફ સરકી રહ્યો હતો.
"રંગેહાથ પકડાઈ છે તું..."
જેવી મહિલાએ પર્સમાં હાથ નાખ્યો, કે તરત જ પેલા યુવાને વીજળીક ઝડપે આગળ આવીને તેનો હાથ પકડી લીધો. યુવાન વારંવાર બૂમો પાડીને કહેતો રહ્યો કે, "મેં તને રંગેહાથ પકડી છે અને તારી બધી જ હરકતો મારા ફોનમાં કેદ થઈ ગઈ છે." આ સાંભળતા જ બજારમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.
તકરાર અને બચાવના દાવપેચ
પોતાની ચોરી પકડાઈ જતાં પેલી મહિલાએ ડરવાને બદલે યુવાન સાથે દલીલબાજી શરૂ કરી દીધી હતી. તેણે ચોરીનો ઇનકાર કર્યો અને પોતાનો હાથ છોડાવવા માટે ઝઘડો પણ કર્યો હતો. જોકે, પુરાવા તરીકે વિડીયો હોવાથી તે વધુ સમય સુધી પોતાની જાતને નિર્દોષ સાબિત કરી શકી નહીં.
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે કે તહેવારો કે રજાના દિવસે જ્યારે બજારોમાં ભીડ હોય, ત્યારે પોતાના સામાન અને પર્સનું ખાસ ધ્યાન રાખવું. ખાસ કરીને મહિલાઓએ પર્સને આગળની બાજુ રાખવા જોઈએ જેથી આવી ઉઠાંતરી કરનારી ગેંગથી બચી શકાય.
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
