<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

એલ્‍વિશ યાદવને સુપ્રીમ કોર્ટની ક્‍લીન ચિટ

સાપના ઝેર કેસની FIR રદ્દ કરીઃ કોર્ટે કેસને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્‍યો

નવી દિલ્‍હી, તા.૧૯: યુટયુબર અને સોશિયલ મીડિયા સનસનાટી એલ્‍વિશ યાદવ માટે આખરે ન્‍યાયના દ્વાર ખુલ્‍યા છે. લાંબા સમયથી ચાલી રહેલા તોક વેનમ કેસમાં સુપ્રીમ કોર્ટે એલ્‍વિશને તમામ આરોપોમાંથી મુક્‍ત કરતા કેસ ફગાવી દીધો છે. જસ્‍ટિસ સૂર્યકાંત અને ઉજ્જલ ભુયાનની બેન્‍ચે અવલોકન કર્યું કે તપાસ એજન્‍સીઓ એલ્‍વિશ વિરુદ્ધ કોઈ પણ નક્કર પુરાવા રજૂ કરવામાં નિષ્‍ફળ રહી છે. કોર્ટે કડક શબ્‍દોમાં ટિપ્‍પણી કરી કે આ કેસ કાયદાકીય પાસાઓ કરતા રાજકીય હેતુઓથી વધુ પ્રેરિત જણાય છે, જેનાથી એલ્‍વિશના ચાહકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. આ વિવાદની શરૂઆત સપ્‍ટેમ્‍બર ૨૦૨૩ માં થઈ હતી, જ્‍યારે નોઈડામાં એક રેવ પાર્ટી પર દરોડા દરમિયાન સાપનું ઝેર મળી આવ્‍યું હતું. આ કેસમાં એલ્‍વિશ પર ગુનાહિત કાવતરું (120B) અને વન્‍યજીવન સંરક્ષણ અધિનિયમ જેવી ગંભીર કલમો લાદવામાં આવી હતી. એલ્‍વિશે હંમેશા દાવો કર્યો હતો કે વાયરલ થયેલા વીડિયો જૂના હતા અને તેનો ઝેરના વેપાર સાથે કોઈ લેવાદેવા નથી. પોલીસ તપાસમાં પણ એ સાબિત થઈ શકયું નહીં કે પાર્ટીમાં મોકલાયેલું ઝેર એલ્‍વિશના સીધા સંપર્ક દ્વારા આવ્‍યું હતું, જે અંતે તેની નિર્દોષતાનું મુખ્‍ય કારણ બન્‍યું.

(3:54 PM IST)