News of Thursday, 19th March 2026
૧ મેથી હોલમાર્કિંગ સાથે દાગીનાના ફોટોગ્રાફ અને વજન પણ દેખાશે
સોનાની શુદ્ધતામાં હવે ‘‘ડબલ લોક''

મુંબઈ,તા.૧૯: દેશભરમાં સોનાના દાગીનાની ખરીદીમાં ગ્રાહકો સાથે થતી છેતરપિડી રોકવા અને પારદર્શિતા લાવવા માટે ભારતીય માનક બ્યૂરો (BIS) દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ૧ મે
હોલમાર્કિગ સેન્ટર્સ માટે હવે માત્ર ણ્શ્ત્ઝ નંબર જ નહીં, પરંતુ જે-તે દાગીનાનો ફોટોગ્રાફ અને તેનું ચોક્કસ વજન ઓનલાઈન સિસ્ટમમાં નોંધવું ફરજિયાત કરાયું છે. અત્યાર સુધી HUID દ્વારા માત્ર હોલમાર્કિગની વિગતો મળતી હતી, પરંતુ હવે દાગીનો કેવો દેખાય છે અને તેનું વજન કેટલું છે, તે તમામ વિગતો ગ્રાહક પોતાના મોબાઈલમાં BIS Care App દ્વારા લાઈવ જોઈ શકશે. આ પગલાથી બજારમાં ફરતા નકલી હોલમાર્કિગવાળા દાગીના પર લગામ કસાશે અને ગ્રાહકોને સોના પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ બનશે. સોનાના બજારમાં વધતી જતી માગની સાથે ગેરરીતિઓના કિસ્સાઓ પણ સામે આવે છે. ઘણીવાર એક જ HUID નંબરનો દુરુપયોગ કરી નકલી માર્કિગ કરવામાં આવતું હોવાની બૂમ ઉઠે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે BISએ ટેકનોલોજીનો સહારો લીધો છે.
નકલી હોલમાર્કિંગના ખેલ ખતમ કરવા BISનો માસ્ટર સ્ટ્રોક
પહેલા ૨૫ સેન્ટર્સ પર પાયલોટ પ્રોજેક્ટ કરાયો
આ પ્રક્રિયાને અમલી બનાવતા પહેલા ૧ નવેમ્બર ૨૦૨૫થી દેશના ૨૫ સેન્ટર્સ પર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો, જેમાં લાખો દાગીનાના સફળ ટેસ્ટિંગ બાદ હવે તેને રાષ્ટ્રવ્યાપી બનાવવામાં આવી રહ્યો છે. BISની સમયરેખા મુજબ ૧૫ એપ્રિલ ૨૦૨૬થી તમામ સેન્ટર્સ પર વજનની મેન્યુઅલ એન્ટ્રી બંધ કરી દેવામાં આવશે. ત્યારબાદના ૧૫ દિવસ ટ્રાન્ઝિશન પિરિયડ તરીકે રાખવામાં આવ્યા છે, જેમાં ટેકનિકલ ખામીઓ સુધારી ૧ મેથી પૂર્ણકાલીન અમલ કરાશે.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
