News of Thursday, 19th March 2026
ગેસ ફીલ્ડ પર ઈઝરાયલી હુમલા બાદ લાલઘૂમ ઈરાને સાઉદી અરેબિયાના રિયાધ, કતાર અને યુએઈમાં આવેલી વિશાળ રિફાઈનરીઓ પર કર્યા ભીષણ એટેક
રિયાધમાં અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર પણ હુમલાના અહેવાલ, કતારે આપી કડક ચેતવણી, ખાડી દેશોમાં યુદ્ધની આગ વધુ ભડકવાની દહેશત

ઈરાનના ગેસ ફીલ્ડ પર થયેલા હુમલાનો બદલો લેવા ઈરાને આક્રમક વલણ અપનાવીને સાઉદી અરેબિયા, કતાર અને યુએઈ (યુનાઇટેડ આરબ અમીરાત) ની મુખ્ય ઓઈલ રિફાઈનરીઓ પર એકસાથે ભીષણ મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સાઉદીની રાજધાની રિયાધમાં આવેલા અમેરિકન સૈન્ય બેઝ અને પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સને ભારે નુકસાન પહોંચ્યું છે. આ હુમલા બાદ કતાર અને સાઉદી અરેબિયાએ ઈરાનને ગંભીર પરિણામો ભોગવવાની આકરી ચેતવણી ઉચ્ચારી છે. અલ જઝીરા અને સીએનએનના લાઈવ અહેવાલો દર્શાવે છે કે આખા મધ્ય પૂર્વમાં યુદ્ધ ફેલાઈ ચૂક્યું છે અને ટોચના નેતાઓના મોતના કારણે છંછેડાયેલું ઈરાન હવે બમણા જોરથી વળતો પ્રહાર કરી રહ્યું છે. *
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
