News of Thursday, 19th March 2026
પશ્ચિમ એશિયામાં યુદ્ધ અત્યંત ખતરનાક વળાંક પર, ભારત જ્યાંથી મોટા પાયે ગેસ ખરીદતું હતું તે જ ઊર્જા ક્ષેત્રો પર ઈરાને મિસાઈલ હુમલા કર્યા
સૈન્ય મથકો બાદ હવે એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સીધા હુમલા શરૂ થતાં ભારતના ગેસ સપ્લાય અને અર્થતંત્ર પર ગંભીર અસરો પડવાની પૂરી સંભાવના

મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચેનું યુદ્ધ હવે એનર્જી વોરમાં ફેરવાઈ ગયું છે. જેનો વિશ્વને ડર હતો તે જ બન્યું છે. ઈરાને ખાડી દેશોના એવા ગેસ અને ઓઈલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને બેલેસ્ટિક મિસાઈલો દાગી છે, જ્યાંથી ભારત મોટા પ્રમાણમાં નેચરલ ગેસની આયાત કરે છે. બ્લૂમબર્ગ અને અન્ય આંતરરાષ્ટ્રીય ડિજિટલ પ્લેટફોર્મના અહેવાલો મુજબ, આ હુમલાઓના કારણે ભારતનો એનર્જી સપ્લાય ખોરવાઈ શકે છે. અત્યાર સુધી હુમલા માત્ર સૈન્ય ઠેકાણાઓ પૂરતા સીમિત હતા, પરંતુ હવે રિફાઈનરીઓ સળગતા આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસ અને ક્રૂડના ભાવો આસમાને પહોંચી શકે છે, જેની સીધી અને નકારાત્મક અસર ભારતીય અર્થવ્યવસ્થા અને ફુગાવા પર જોવા મળશે. *
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
