News of Wednesday, 18th March 2026
ઈરાની મિસાઈલો પાછળ નીકળ્યું ચીની કનેક્શન
ચીને બળતામાં ઘી હોમ્યું: અમેરિકી રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો : ઈરાનને ઘાતક ડ્રોન, રોકેટ ઇંધણના રસાયણો અને સૈન્ય કક્ષાની સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ પૂરી પાડી હોવાનો ધડાકો

વોશિંગ્ટન, તા.૧૮: મધ્ય-પૂર્વમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા વિનાશક યુદ્ધમાં હવે એક નવો અને અત્યંત ખતરનાક વળાંક આવ્યો છે. અમેરિકી કોંગ્રેસ સાથે જોડાયેલા યુએસ-ચીન ઇકોનોમિક એન્ડ સિકયુરિટી રિવ્યૂ કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલા ચીન-ઈરાન ફેક્ટ શીટ નામના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીને પડદા પાછળ રહીને ઈરાનને સૈન્ય મદદ પૂરી પાડી છે. રિપોર્ટ મુજબ, ફેબ્રુઆરી ૨૦૨૬ માં જ્યારે અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલા તેજ કર્યા હતા, તેના બરાબર પહેલાના દિવસોમાં ચીને ઈરાનને સીધા શષાો વેચવામાં સક્રિય ભાગ લીધો હતો. આમાં માત્ર ઘાતક આક્રમક ડ્રોન જ નહીં, પરંતુ એન્ટી-શિપ ક્રુઝ મિસાઇલોના વેચાણ માટેના મોટા સોદાઓનો પણ સમાવેશ થાય છે. આ ઘટસ્ફોટ બાદ હવે વૈશ્વિક સ્તરે ચીનની ભૂમિકા શંકાના દાયરામાં આવી ગઈ છે, કારણ કે આ ચીની શષાોનો ઉપયોગ કરીને જ ઈરાન ખાડી દેશોમાં તબાહી મચાવી રહ્યું હોવાનું મનાય છે.
રિપોર્ટમાં સૌથી ચોંકાવનારી બાબત રોકેટ ઇંધણના ઉત્પાદન માટે વપરાતા ખાસ રસાયણોની હેરાફેરી છે. યુએસ કમિશનના જણાવ્યા અનુસાર, ચીને ઈરાનને સોડિયમ પરક્લોરેટ નામના રસાયણનો જથ્થો પૂરો પાડવા માટે સત્તાવાર મંજૂરી આપી હતી. આ એક એવું મહત્વનું સંયોજન છે જેનો ઉપયોગ મિસાઇલોમાં વપરાતા સોલિડ રોકેટ ફયુઅલ બનાવવા માટે થાય છે. અહેવાલમાં પુરાવા સાથે જણાવાયું છે કે ૨ માર્ચ, ૨૦૨૬ ના રોજ ચીનના ગાઓલાન બંદર પરથી બે ઈરાની સરકારી જહાજો આ રસાયણનો મોટો જથ્થો લઈને રવાના થયા હતા. આ અગાઉ જાન્યુઆરી ૨૦૨૫ માં પણ ચીને આશરે ૧,૦૦૦ ટન જેટલું સોડિયમ પરક્લોરેટ ઈરાન મોકલ્યું હોવાનો ઉલ્લેખ છે. આટલી મોટી માત્રામાં ઇંધણ રસાયણો મળવાને કારણે જ ઈરાન સતત મિસાઈલ હુમલાઓ ચાલુ રાખવા માટે સક્ષમ બન્યું હોય તેમ લાગી રહ્યું છે.
માત્ર ભૌતિક હથિયારો જ નહીં, પણ ટેકનોલોજીના મોરચે પણ ચીને ઈરાનનો હાથ પકડ્યો છે. અમેરિકી અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૧ માં ચીને ઈરાનને તેની અદ્યતન સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમની સંપૂર્ણ સૈન્ય-સ્તરની ઍક્સેસ આપી હતી. આ ટેકનોલોજીના કારણે ઈરાની મિસાઈલો અને ડ્રોનને અત્યંત સચોટ લક્ષ્ય -ાપ્ત કરવાની ક્ષમતા મળી છે. હાલમાં પ?મિ એશિયામાં અમેરિકી અને ઈઝરાયલી મથકો પર થઈ રહેલા હુમલાઓમાં આ જ નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ થઈ રહ્યો હોવાની પ્રબળ શકયતા છે. આ રિપોર્ટના પરિણામે હવે અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં વધુ ખટાશ આવવાની અને મધ્ય-પૂર્વના યુદ્ધમાં વૈશ્વિક મહાસત્તાઓ વચ્ચેનો ટકરાવ વધવાની પૂરેપૂરી સંભાવના છે.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
