News of Tuesday, 10th March 2026
સફેદ ચાદરમાં લપેટાયું લદ્દાખઃ કારગિલ અને દ્રાસમાં કુદરતનું અદભૂત સ્વરૂપ
માઇનસ ડિગ્રી તાપમાન વચ્ચે આભમાંથી વરસી રહી છે હિમવર્ષા : જનજીવન થંભી ગયું

લદ્દાખ, તા.૧૦: લદ્દાખના પહાડોએ ફરી એકવાર સફેદ રેશમી ચાદર ઓઢી લીધી છે. આજે વહેલી સવારથી જ કારગિલ અને વિશ્વના બીજા ક્રમના સૌથી ઠંડા રહેણાંક વિસ્તાર ગણાતા દ્રાસમાં ભારે હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. આકાશમાંથી પડતા બરફના પોલા ટુકડાઓએ જોતજોતામાં રસ્તાઓ, મકાનો અને પહાડી ચોટીઓને પોતાના કબજામાં લઈ લીધા છે. સ્થાનિક લોકો માટે આ હિમવર્ષા ભલે મુશ્કેલીઓ લઈને આવી હોય, પરંતુ પ્રકળતિપ્રેમીઓ માટે આ નજારો કોઈ સ્વર્ગથી ઓછો નથી.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
