તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Friday, 6th March 2026
ટ્રમ્પની ‘એપ્સટિન ફાઇલ’ માંથી નીકળ્યું પાપોનું પોટલું: ૧૫ વર્ષની કિશોરીએ લગાવ્યો જાતીય શોષણનો ગંભીર આરોપ, ઇન્ટરવ્યુમાં થયો ભયાનક ખુલાસો
ઈરાન સાથેના જંગ વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી: પીડિતાનો દાવો- “ઝિપ ખોલીને દબાણ કરતા મેં ગુપ્ત ભાગે બચકું ભર્યું અને તેમણે મને નિર્મમ રીતે ફટકારી”

વોશિંગ્ટન: તા.૦૬ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે બેવડી મુસીબતમાં ફસાયા છે. એકતરફ ઈરાન સામેનું યુદ્ધ વધુ લાંબુ ખેંચાવાના સંકેતો મળી રહ્યા છે, ત્યાં બીજી તરફ વર્ષો જૂની 'એપ્સટિન ફાઇલ્સ' ના નવા ખુલાસાઓએ અમેરિકી રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા FBI દસ્તાવેજોમાં એક મહિલાએ ટ્રમ્પ પર જે આરોપો લગાવ્યા છે તે અત્યંત ધૃણાસ્પદ અને હચમચાવી દે તેવા છે. ૨૦૧૯ ના એક ઇન્ટરવ્યુમાં પીડિતાએ દાવો કર્યો હતો કે જ્યારે તે માત્ર ૧૫ વર્ષની હતી ત્યારે જેફરી એપ્સટિન તેને ટ્રમ્પ પાસે લઈ ગયો હતો.
પીડિતાએ આરોપ લગાવ્યો છે કે ન્યૂયોર્ક અથવા ન્યૂજર્સીમાં એક મુલાકાત દરમિયાન ટ્રમ્પે તેને રૂમમાંથી બધાને બહાર કાઢી ઓરલ સેક્સ માટે દબાણ કર્યું હતું. પીડિતાએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, “ટ્રમ્પે તેમના પેન્ટની ઝિપ ખોલી અને મારું માથું પકડીને દબાણ કર્યું, જેનાથી બચવા મેં તેમના ગુપ્ત ભાગ પર જોરથી બચકું ભરી લીધું હતું.” આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા ટ્રમ્પે પીડિતાના વાળ ખેંચી તેને માથાના ભાગે જોરદાર મુક્કા માર્યા હોવાનો પણ આરોપ છે. જોકે, વ્હાઇટ હાઉસે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને તેને ટ્રમ્પની છબી ખરાબ કરવાનું કાવતરું ગણાવ્યું છે.
(5:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
