News of Wednesday, 4th March 2026
'ઈરાનના નવા સુપ્રીમ લીડર પણ બચશે નહીં': ઈઝરાયલની સીધી ધમકીથી મધ્ય-પૂર્વમાં ખળભળાટ
ઈરાનના નવા સર્વોચ્ચ નેતાના માથે પણ મોતનું જોખમ: ઈઝરાયલે આપી ખુલ્લી ધમકી; મેજતબા ખામેનીનું નામ ચર્ચામાં

જેરૂસલેમ/વોશિંગ્ટન:
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું સંઘર્ષ હવે તેના સૌથી જોખમી તબક્કા પર પહોંચી ગયું હોય તેમ જણાય છે.
ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝે ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી આપતા જણાવ્યું હતું કે, જો ઈરાન નવા 'સુપ્રીમ લીડર'ની નિમણૂક કરશે તો ઈઝરાયલ તેમનો પણ નાશ કરશે. આ નિવેદને સાબિત કરી દીધું છે કે ઈઝરાયલ હવે માત્ર સૈન્ય મથકો જ નહીં, પરંતુ ઈરાનના સર્વોચ્ચ શિખર ગણાતા નેતૃત્વને પણ નિશાન બનાવવાની યોજના ધરાવે છે.
મેજતબા ખામેની રડારમાં?
વર્તમાન સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેની બાદ તેમના પુત્ર મેજતબા ખામેની નવા સર્વોચ્ચ નેતા બની શકે તેવી પ્રબળ અટકળો ચાલી રહી છે. જોકે, સંરક્ષણ પ્રધાન કાત્ઝે સ્પષ્ટ કર્યું છે કે ઈરાનમાં કોઈ ક્યાંય પણ છુપાયેલું હોય, ઈઝરાયલ તેમને શોધી કાઢશે.
તેમણે ઉમેર્યું કે, "અમે એવી પરિસ્થિતિનું નિર્માણ કરીશું કે ઈરાનની જનતા પોતે જ વર્તમાન શાસનને ઉથલાવી દેશે."
બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાન મુદ્દે પોતાનું વલણ અત્યંત આક્રમક બનાવ્યું છે. ટ્રમ્પે ઈરાનને નબળું પાડવા માટે ચાર મુખ્ય ઉદ્દેશ્યો સ્પષ્ટ કર્યા છે.
* ઈરાનની મિસાઈલ ક્ષમતાનો સંપૂર્ણ નાશ કરવો.
* ઈરાની નૌકાદળને પાયમાલ કરવી.
* ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ન મેળવે તે સુનિશ્ચિત કરવું.
* સરહદ પાર આતંકવાદી સંગઠનોને મળતું ભંડોળ અને હથિયારો અટકાવવા.
ટ્રમ્પે આશા વ્યક્ત કરી હતી કે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના અધિકારીઓ પણ જનતાની શક્તિ સામે હથિયાર હેઠા મૂકી દેશે. ઈઝરાયલ અને અમેરિકાના આ સંયુક્ત દબાણ બાદ હવે ઈરાનના શાસનમાં મોટા પલટાના સંકેતો મળી રહ્યા છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
