<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

પશ્ચિમ એશિયામાં ધગધગતા યુદ્ધના વાતાવરણને લીધે કારણે ઈન્ડિગોની પાંચસોથી વધુ ફ્લાઇટ્સ રદ: આટલી મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ થવાને કારણે હજારો મુસાફરો અટવાઈ પડ્યા છે: એરપોર્ટ્સ પર અફરાતફરીનો માહોલ

પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે હવાઈ મુસાફરી પર માઠી અસર પડી છે. ભારતીય એરલાઇન કંપની ઈન્ડિગોએ જાહેરાત કરી છે કે અઠ્ઠાવીસ ફેબ્રુઆરીથી ત્રણ માર્ચ વચ્ચે તેની પાંચસોથી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આમાં મુખ્યત્વે મધ્ય પૂર્વના દેશોમાં જતી અને ત્યાંથી આવતી ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. કંપનીએ જણાવ્યું હતું કે મુસાફરોની સુરક્ષા અને હવાઈ ક્ષેત્રના જોખમોને ધ્યાનમાં રાખીને આ મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો છે. આટલી મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ થવાને કારણે હજારો મુસાફરો અટવાઈ પડ્યા છે અને એરપોર્ટ્સ પર અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. એરલાઇન દ્વારા અસરગ્રસ્ત મુસાફરોને રિફંડ અથવા વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી છે. જોકે, આ સંકટ કેટલા સમય સુધી ચાલશે તે અંગે હજુ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે, જેના કારણે પ્રવાસ ઉદ્યોગને મોટું નુકસાન થવાની ભીતિ છે.

 

(2:26 PM IST)