News of Wednesday, 4th March 2026
મનોરંજન જગતમાં શોક: હોળીના પર્વે કરણવીર બોહરાના પિતા મહેન્દ્ર બોહરાનું નિધન
અભિનેતાએ પિતાની યાદમાં ભાવુક પોસ્ટ શેર કરી: પપ્પા, તમે મને પડીને ફરી બેઠા થતા શીખવ્યું

મુંબઈ:સમગ્ર દેશ જ્યારે હોળીના રંગોમાં રંગાયેલો છે, ત્યારે લોકપ્રિય ટીવી અભિનેતા કરણવીર બોહરાના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. કરણવીર બોહરાના પિતા અને જાણીતા ફિલ્મ નિર્માતા મહેન્દ્ર બોહરાનું અવસાન થયું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા ટીવી અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર દોડી ગઈ છે.
સોશિયલ મીડિયા પર પુત્રની હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ
પિતાના અવસાન બાદ કરણવીર બોહરાએ ઇન્સ્ટાગ્રામ પર એક અત્યંત ભાવુક વીડિયો અને લાંબી પોસ્ટ શેર કરી છે. પિતા સાથેની યાદોને વાગોળતા તેણે લખ્યું કે, "જેણે પોતાના માતા-પિતા ગુમાવ્યા છે, તે જ આ ખાલીપાને સમજી શકે છે. પપ્પા, હું તમને શબ્દોમાં વર્ણવી ન શકાય તેટલો પ્રેમ કરું છું અને તમને હંમેશા યાદ કરીશ."
કરણવીરે વધુમાં ઉમેર્યું કે, તેના પિતા હંમેશા સક્રિય રહીને દુનિયા છોડવા માંગતા હતા અને કુદરતે તેમની એ ઈચ્છા પૂરી કરી છે. તેઓ મજબૂત, પ્રતિષ્ઠિત અને પોતાની શરતો પર જીવન જીવનારા વ્યક્તિ હતા.
"તમે મને અભિનેતા અને નિર્માતા બનાવ્યો"
પોતાની પોસ્ટમાં કરણવીરે પિતા પાસેથી મળેલી શીખ વિશે વાત કરતા જણાવ્યું કે, "તમે મને જીવનમાં ક્યારેય હાર ન માનવાનું શીખવ્યું. ભલે ગમે તેટલી મુશ્કેલી આવે, પણ સકારાત્મકતા સાથે ફરી બેઠા થવાની હિંમત તમે જ આપી છે. આજે હું જે કંઈ પણ છું, તે તમારી સર્જનાત્મકતા અને ઉદારતાને કારણે છું. તમે મને માત્ર સારા કપડાં પહેરતા જ નહીં, પણ લોકો સાથે સભ્યતાથી વર્તતા પણ શીખવ્યું છે."
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
