<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

મિડલ ઇસ્ટ સંકટ: PM મોદી એક્શન મોડમાં, ફસાયેલા ભારતીયોને પરત લાવવા 'મેગા રેસ્કયૂ' ઓપરેશન શરૂ

નરેન્દ્રભાઈ મોદીએ પોતે કમાન સંભાળી છે અને છેલ્લા 48 કલાકમાં 8 દેશોના નેતાઓ સાથે સીધી વાતચીત કરી શાંતિની અપીલ સાથે ભારતીયોની સુરક્ષિત વાપસી માટે ચર્ચા કરી

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં વધતા જતા યુદ્ધના તણાવ વચ્ચે ત્યાં ફસાયેલા હજારો ભારતીય નાગરિકોની સુરક્ષા માટે ભારત સરકાર હરકતમાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતે કમાન સંભાળી છે અને છેલ્લા 48 કલાકમાં 8 દેશોના નેતાઓ સાથે સીધી વાતચીત કરી શાંતિની અપીલ સાથે ભારતીયોની સુરક્ષિત વાપસી માટે ચર્ચા કરી છે.
સુરક્ષિત વાપસી માટે એરલાઇન્સ સજ્જ: આજનું શિડ્યુલ
સરકારે ભારતીય નાગરિકોને વતન લાવવા માટે ખાનગી અને સરકારી એરલાઇન્સ સાથે મળીને મોટું અભિયાન છેડ્યું છે. 4 માર્ચના રોજ કુલ 58 સ્પેશિયલ ફ્લાઇટ્સનું આયોજન કરવામાં આવ્યું છે:
 * ઇન્ડિગો: 30 ફ્લાઇટ્સ
 * એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ: 23 ફ્લાઇટ્સ
 * સ્પાઇસજેટ: 8 ખાસ ફ્લાઇટ્સ (યુએઈના ફુજૈરાહ એરપોર્ટથી દિલ્હી, મુંબઈ અને કોચી માટે)
 * સાઉદી એરલાઇન્સ: જેદ્દાહથી દિલ્હી માટે વિશેષ સેવા
ફ્લાઇટ્સ રદ થતા મુસાફરોની મુશ્કેલીમાં વધારો
યુદ્ધ જેવી સ્થિતિને કારણે એર ટ્રાફિક પર મોટી અસર પડી છે. અત્યાર સુધીમાં:
 * ભારતીય એરલાઇન્સની 1,221 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
 * વિદેશી એરલાઇન્સની 388 ફ્લાઇટ્સ રદ થઈ છે.
 * છેલ્લા ત્રણ દિવસમાં જ કુલ 1,117 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર બ્રેક લાગી છે.
સરકારની માર્ગદર્શિકા (Guidelines)
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તમામ એરલાઇન્સને સ્પષ્ટ સૂચના આપી છે કે મુસાફરોની સુરક્ષા પ્રાથમિકતા હોવી જોઈએ.
 * મુસાફરોને સમયસર ફ્લાઇટની અપડેટ આપવી.
 * ટિકિટ રિફંડ અને ફેરફારમાં પૂરતી સહાય પૂરી પાડવી.
 * મુસાફરોએ એરલાઇન્સની સત્તાવાર વેબસાઇટ પરથી જ માહિતી મેળવવી.
> "ભારતીય મિશન અને ઉડ્ડયન મંત્રાલય સતત વિદેશી સત્તાવાળાઓ સાથે સંપર્કમાં છે, જેથી દરેક ભારતીય નાગરિક સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચી શકે."

(1:23 PM IST)