<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

ચાંદીમાં ૭,૦૦૦-સોનામાં ર,૦૦૦ રૂા. તૂટયા

ચાંદીના ભાવ ઘટીને ર,૮૮,૦૦૦ અને સોનાના ભાવ ૧,૭ર,૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ૩: બુલીયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવો સળગ્‍યા બાદ તૂટયા છે. આજે ચાંદીમાં ૭,૦૦૦ અને સોનામાં ર,૦૦૦ રૂા.નો ઘટાડો નોંધાયો હતો.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં મંદીને પગલે  સ્‍થાનીક બજારમાં ચાંદીમાં આજે ૭,૦૦૦ રૂા.નો ઘટાડો નોંધાયો હતો. ગઇકાલે ચાંદી (૧ કિલો)ના ભાવ ર,૯પ,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ર.૦૦ વાગ્‍યે ર,૮૮,૦૦૦ રૂા. થયા છે. છેલ્લા ર૪ કલાકમાં ચાંદીમાં ૧૦,૦૦૦ રૂા. તૂટયા છે.

ચાંદીની સાથે સોનાના ભાવો પણ ઘટયા છે. બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં ર,૦૦૦ રૂા. ઘટયા હતા. ગઇકાલે સાંજે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૭૪,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ર.૦૦ વાગ્‍યે ૧,૭ર,૦૦૦ રૂા. થયા છે. છેલ્લા ર૪ કલાકમાં સોનામાં ૪પ૦૦ રૂા.નો નોંધપત્ર ઘટાડો થયો છે.

અમેરીકા અને ઇરાન વચ્‍ચે યુધ્‍ધ થતા સોના-ચાંદીના ભાવો સળગ્‍યા હતા. જો કે નફા વસુલીને કારણે આ બંને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો થયાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્‍યું હતું. 

(3:23 PM IST)