તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Tuesday, 3rd March 2026
દુબઈ એરપોર્ટ પર વિસ્ફોટોની વચ્ચે ફસાયેલી બેડમિન્ટન ક્વીન પી.વી. સિંધુ આખરે સુરક્ષિત રીતે બેંગલુરુ પહોંચી
ઓલ ઈંગ્લેન્ડ ઓપન ગુમાવવાનું દર્દ અને મોતના મુખમાંથી બહાર આવવાનો રોમાંચ સિંધુએ ભાવનાત્મક પોસ્ટ દ્વારા શેર કર્યો

બેંગલુરુ, તા.૩: ભારતની શાન અને બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પી.વી. સિંધુ માટે છેલ્લા કેટલાક દિવસો કોઈ ભયાનક ફિલ્મની પટકથાથી ઓછા નહોતા. મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધની જ્વાળાઓ વચ્ચે સિંધુ દુબઈ એરપોર્ટ પર એવી ફસાઈ કે તેની સુરક્ષાને લઈને આખું ભારત ચિંતિત હતું. એરપોર્ટની નજીક જ થયેલા ભીષણ વિસ્ફોટો અને આકાશમાં ગુંજતા સાયરનોની વચ્ચે સિંધુ અને તેની ટીમે પળ-પળ ગભરાટમાં વિતાવી હતી. આ યુદ્ધની આડઅસરે માત્ર વિમાનોના પૈડા જ નથી થંભાવ્યા, પરંતુ એક ખેલાડીના સપના અને મહિનાઓની મહેનત પર પણ પાણી ફેરવી દીધું છે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
